France : ઓલિમ્પિક 2024માં સ્ટેડિયમ સુધી પહોચવા માટે શરૂ થશે એર ટેક્સી

30 June, 2019 08:12 PM IST  |  Mumbai

France : ઓલિમ્પિક 2024માં સ્ટેડિયમ સુધી પહોચવા માટે શરૂ થશે એર ટેક્સી

ફ્રાન્સ સરકાર શરૂ કરશે એર ટેક્સી (PC : Electrive.com)

Mumbai : ફ્રાન્સ ઓલિમ્પિક 2024ની મેજબાની કરશે. ત્યારે ફ્રાન્સ સરકારે અત્યારથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકાર આ વખતે એક પણ કચાસ છોડવા નથી માંગતી. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે ફ્રાન્સ સરકારે ઓલિમ્પિક સમયે ટ્રાફિક અને સ્ટેડિયમની સિક્યોરીટીને ધ્યાને લઇને એર ટેક્સીનો એક નવો પ્રયાસ શરૂ કરી રહ્યું છે. સરકારના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઓલિમ્પિક દરમિયાન રસ્તા પર ઘણી ભીડ રહે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા વિદેશી મહેમાનો માટે એરપોર્ટથી એર ટેક્સીની મદદથી ડાયરેક્ટ ગેમ્સની સાઈટ પર પહોંચાડી દેવામાં આવશે.


સ્ટેડિયમમાં પહોંચતા બસ અને ટ્રેનમાં અંદાજે 1થી 2 કલાકનો સમય લાગે છે
સ્થાનિક લોકોને પેરિસના 'ચાર્લ્સ દ ગોલ' એરપોર્ટથી શહેરના મુખ્ય એરિયા સુધી ટ્રેન કે બસમાં પહોંચવામાં એક કલાકનો સમય લાગે છે. જો એડીપી (એરપોર્ટ્સ ડી પેરિસ) કંપની અને સ્થાનિક પરિવહન પ્રશાસન આરએટીપીનું પ્લાનિંગ સફળ રહેશે, તો રનવે પર ઊતર્યા બાદ પર્યટકોને ફ્લાઈંગ ટેક્સીની મદદથી ઑલિમ્પિક વેન્યૂ સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

આવનારા સમયમાં લો ઍલ્ટિટ્યૂડ એરક્રાફ્ટની જરૂર
જુન મહિનાના અંત સપ્તાહમાં એરબસે પેરિસમાં થયેલા એક એર શોમાં પોતાનાં વર્ટિકલ ટેક ઓફ લેંડિંગ મશીનોનાં પ્રોટોટાઇપ જાહેર કર્યાં હતા. એકવાર પેરિસનાં આકાશમાં સફળ ટેસ્ટિંગ બાદ તેને ટૂંક સમયમાં પેસેન્જર્સ માટે ટેસ્ટ કરવામાં આવશે. એડીપી કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડવર્ડ આર્કરાઇટે કહ્યું કે, આવનારા 5થી 10 વર્ષોમાં દુનિયાભરમાં વસતી વધવાની ઘણી શક્યતા છે, એવામાં લો ઍલ્ટિટ્યૂડ એટલે કે ઓછી ઊંચાઈવાળાં એરક્રાફટ પેસેન્જર્સને મદદરૂપ થશે.



તમામ યોજના માટે હવે 18 મહિનાનો સમય
એડીપી કંપનીને હાલ એર ટેક્સીને લેન્ડ કરવાની જગ્યા નક્કી કરવા માટે 1 વર્ષનો સમય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકારે 18 મહિનામાં તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ માટેનું પ્લાનિંગ પણ માગ્યું છે, જેથી એર ટેક્સી માટે પેરિસમાં જ 10 એરોડ્રમ તૈયાર કરી શકાય. શરૂઆતમાં આ પ્રોજેક્ટ પર આશરે 78.6 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ફ્રાન્સ સરકારે ઓલિમ્પિક ગેમ્સ માટે આવનારા દરેક પ્રવાસીઓ માટે દર 6 મિનિટમાં એર ટેક્સીની સુવિધા આપવાનો પ્લાન બનાવ્યો છે.

sports news international olympic committee france