ત્રણ દેશો વચ્ચેની સમજૂતી કોઈ એક દેશવિરોધી નથી : અમેરિકા

18 September, 2021 10:18 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

‘ઑકુસ’ નામે જાણીતી થયેલી એ સમજૂતી બાબતે ચીન તરફથી ટીકા કરવામાં આવતાં અમેરિકાના પ્રમુખની કચેરીએ ઉપરોક્ત સ્પષ્ટતા કરી હતી

અમેરિકાના પ્રમુખ જો બાઇડન

ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા વચ્ચેની ત્રિપક્ષી સમજૂતી કોઈ એક દેશની વિરુદ્ધ એકજુટતા નહીં પણ સુરક્ષાલક્ષી વ્યૂહાત્મક સહયોગની સમજૂતી હોવાની સ્પષ્ટતા ગઈ કાલે વાઇટ હાઉસ તરફથી કરવામાં આવી હતી. ‘ઑકુસ’ નામે જાણીતી થયેલી એ સમજૂતી બાબતે ચીન તરફથી ટીકા કરવામાં આવતાં અમેરિકાના પ્રમુખની કચેરીએ ઉપરોક્ત સ્પષ્ટતા કરી હતી. ઇન્ડો-પૅસિફિક રીજનમાં આંતરરાષ્ટ્રીય કાયદાના શાસનને હાનિ ન થાય એ માટે ત્રણ દેશો સંગઠિત થયા હોવાનું વાઇટ હાઉસે જણાવ્યું હતું.

ગઈ કાલે અમેરિકાના પ્રમુખ જો બાઇડન, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરિસને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ઇન્ડો-પૅસિફિક રીજનમાં સ્થિરતા અને પરસ્પરનાં હિતોની જાળવણીના ઉદ્દેશથી ઑકુસ સમજૂતી કરવામાં આવી છે. એમાં સંરક્ષણ અને વ્યૂહાત્મક સહભાગિતાના હેતુઓનો પણ સમાવેશ છે. ચીનની વધતી જતી શસ્ત્ર-સરંજામની ક્ષમતા સામે ઑસ્ટ્રેલિયાને પરમાણુ સબમરીનો ઉપલબ્ધ કરાવવામાં મદદ કરવાના વિષયનો સમાવેશ છે.’

offbeat news international news united states of america australia great britain