વૅક્સિન વિશે ખોટી માહિતી ફેલાવતા સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સના ૬૦ લાખ ફૉલોઅર્સ

10 January, 2022 11:09 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બ્રિટનમાં રસી ન લેનારા કોરોનાના પેશન્ટ્સથી આઇસીયુ વૉર્ડ્ઝ ઊભરાઈ રહ્યા છે ત્યારે આ સ્થિતિ માટે સોશ્યલ મીડિયા પર રહેલા વૅક્સિન વિરોધી વ્યક્તિઓને જવાબદાર ગણાવવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનમાં વૅક્સિન વિરોધી ખોટો પ્રચાર કરતા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટ્wwવિટર અને ટિકટૉક પરના અકાઉન્ટ્સને ૬૦ લાખ લોકો ફૉલો કરે છે.  
વૅક્સિન વિરોધી ખોટી માહિતીને ફેલાતી ન રોકવા બદલ સોશ્યલ મીડિયા કંપનીઓની ટીકા પણ કરવામાં આવી છે. બ્રિટનમાં રસી ન લેનારા કોરોનાના પેશન્ટ્સથી આઇસીયુ વૉર્ડ્ઝ ઊભરાઈ રહ્યા છે ત્યારે આ સ્થિતિ માટે સોશ્યલ મીડિયા પર રહેલા વૅક્સિન વિરોધી વ્યક્તિઓને જવાબદાર ગણાવવામાં આવી છે. 
વાસ્તવમાં વૅક્સિન વિરોધી માનસિકતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં જાણીતા ચહેરાઓ પણ જોડાયા છે. સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવામાં ભૂતપૂર્વ મિસ ગ્રેટ બ્રિટન, એક રિયલિટી ટીવી સ્ટાર, એક લૉયર અને એક ભૂતપૂર્વ જનરલ પ્રૅક્ટિશનર પણ સામેલ છે. 
સોશ્યલ મીડિયા કંપનીઓએ દાવો કર્યો હતો કે તેઓ વૅક્સિન વિશે ખોટી માહિતી ફેલાવતાં સોશ્યલ મીડિયા સાઇટ્સ પરનાં અકાઉન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. જોકે બ્રિટનમાં સેન્ટર ફૉર કાઉન્ટેરિંગ ડિજિટલ હેટના ઇમરાન અહમદે આરોપ મૂક્યો હતો કે સોશ્યલ મીડિયા કંપનીઓ લોકોના આરોગ્યના બદલે પ્રૉફિટને પ્રાથમિકતા આપી રહી છે. 

international news coronavirus covid19 covid vaccine vaccination drive