ભારત જ નહીં, આ દેશમાં પણ ટ્રાફિકમાં બગડે છે સેંકડો કલાકો

24 August, 2019 04:33 PM IST  |  નવી દિલ્હી

ભારત જ નહીં, આ દેશમાં પણ ટ્રાફિકમાં બગડે છે સેંકડો કલાકો

આપણે હંમેશા જોઈએ છીએ કે જ્યારે પણ ભારતના રસ્તાઓનો ઉલ્લેખ થાય તો લોકો અમેરિકાના રસ્તાની વાતો કરવા લાગે છે. પરંતુ શું તમે એ જાણો છો કે વિક્સિત ગણાતા અને જ્યાંના રસ્તાઓના વખાણ થાય છે, તે અમેરિકાના લોકોની પરેશાની પણ ઓછી નથી. તાજેતરમાં જ જાહેર થયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અમેરિકામાં પણ ટ્રાફિકમાં લોકોના કલાકો વેડફાઈ જાય છે. સંખ્યાબંધ લેન ધરાવતા લીસા રસ્તાઓ પર પણ લોકોએ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે.

Texas A&M Transportation Institute તરફથી આ મામલે એક રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં ખુલાસો થયો છે કે એક અમેરિકન વ્યક્તિના સરેરાશ 54 કલાક ટ્રાફિક જામમાં વેડફાઈ જાય છે. સરળ ભાષામાં સમજીએ તો એક અમેરિકન વ્યક્તિ વર્ષે અઢી દિવસ ટ્રાફિક જામમાં વીતાવે છે.

આ પહેલા 2017માં આવેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે 15 ઘની વસ્તી ધરાવતા શહેરોમાં દરેક વ્યક્તિ સરેરાશ 83 કલાક ટ્રાફિક જામમાં વીતાવે છે. સૌથી કન્જસ્ટેડ મેટ્રો એરિયા એવા લોસ એન્જલસમાં લોકોના સરેરાશ 199 કલાક ટ્રાફિક જામમાં વેડફાઈ જાય છે.

યુએસમાં વર્ષ 2017માં લોકોના આટલા કલાક બરબાદ થયા

સાન ફ્રાન્સિસ્કોના ઓકલેન્ડમાં 103 કલાક પ્રતિ વર્ષ
વોશિંગ્ટનના ડીસીમાં 102 કલાક પ્રતિ વર્ષ
ન્યૂયોર્કના નેવાર્કમાં 92 કલાક પ્રતિ વર્ષ
બોસ્ટમાં 80 કલાક પ્રતિ વર્ષ
સિયેટલમાં 78 કલાક પ્રતિ વર્ષ
એટલાન્ટામાં 77 કલાક પ્રતિ વર્ષ
હોસ્ટનમાં 75 કલાક પ્રતિ વર્ષ
શિકાગોમાં 73 કલાક પ્રતિ વર્ષ
મિયામીમાં 69 કલાક પ્રતિ વર્ષ

અહીં ચોંકાવનારી વાત એ છે કે ટ્રાફિક જામમાં સમયનો વેડફાટ મોટા ભાગે ત્યારે થાય છે જ્યારે રશ અવર નથી હોતા. રિપોર્ટ પ્રમામે આ જામ 33 ટકા સમયે ત્યારે લાગે છે, જ્યારે રસ્તા પર ભીડ નથી હોતી.

united states of america india