આવા પત્રકારો ક્યાંથી ઉપાડી લાવો છો, ટ્રમ્પે ઇમરાન ખાનને ખખડાવ્યા

25 September, 2019 12:03 PM IST  |  વૉશિંગ્ટન

આવા પત્રકારો ક્યાંથી ઉપાડી લાવો છો, ટ્રમ્પે ઇમરાન ખાનને ખખડાવ્યા

ડોનલ્ડ ટ્રમ્પ

ઇમરાન ખાન સાથે મુલાકાત દરમ્યાન ટ્રમ્પ એક પાકિસ્તાની પત્રકારના સવાલ પર ભડક્યા અને વડા પ્રધાન ઇમરાનને પૂછ્યું કે ‘તમે આમના જેવા પત્રકારો લાવો છો ક્યાંથી?’

પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરી એક વાર નાક કપાયું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ એક પાકિસ્તાની પત્રકારના પ્રશ્ન પર ભડકી ઉઠ્યા હતા તેમ જ આ અંગે ઇમરાન ખાનને જ ઊલટ સવાલ કર્યો હતો.

ઇમરાન ખાન સાથે પત્રકારોની વાતચીતમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે અનેકવાર પાકિસ્તાની પત્રકારોનો ઉધડો લીધો હતો. એક વાર એક પત્રકારને ત્યાં સુધી કહી દીધું કે શું તેઓ પાકિસ્તાની પ્રતિનિધિ મંડળનો ભાગ છે.

આ પણ વાંચો : પાકિસ્તાન આર્મી અને ISIએ અલ કાયદાને ટ્રેઇનિંગ આપીઃ ઇમરાન ખાન

ટ્રમ્પ અને ઇમરાનની મુલાકાત દરમ્યાન એક પાકિસ્તાની પત્રકારે કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનનો સવાલ કર્યો. જેની પર રોષે ભરાયેલા ટ્રમ્પે ઇમરાન ખાનને કહ્યું કે ‘આમના જેવા પત્રકારોને લાવો છો ક્યાંથી?’

donald trump pakistan imran khan washington