ઊલટી ગંગા! અમારા પર ઊંચા ટૅક્સ દરો લગાવોઃ અમેરિકન અબજોપતિઓ

27 June, 2019 01:19 PM IST  |  ન્યુ યૉર્ક

ઊલટી ગંગા! અમારા પર ઊંચા ટૅક્સ દરો લગાવોઃ અમેરિકન અબજોપતિઓ

ટેક્સ

અમેરિકાના અંદાજે ૨૦ અબજોપતિઓએ કહ્યું કે જળવાયુ પરિવર્તન અને અન્ય પ્રાથમિકતાઓને પૂર્ણ કરવા માટે તેમના પર વધુ ટૅક્સ લાદવો જોઈએ. સોમવારે આ મોટા ભાગના અમીર અમેરિકનોએ રાષ્ટ્રપતિપદના ઉમેદવારોને કહ્યું કે તેઓ અમીરો પર ઊંચો ટૅક્સ લગાડવાની રજૂઆતને સમર્થન આપે.

ઊંચા ટૅક્સ-દરની વાત કહેનાર અબજોપતિઓમાં જોર્જ સોરોસ, ફેસબુકના સ્થાપક ક્રિસ હ્યૂઝેજ, વૉલ્ટ ડિઝ્‌નીના વંશજ અને હયાત હોટેલ ચેઇનના માલિકનો સમાવેશ થાય છે. આ સમૂહે કહ્યું કે અમેરિકાની અમારી સંપત્તિ પર વધુ ટૅક્સ લગાડવો એક નૈતિક, સૈદ્ધાંતિક અને આર્થિક જવાબદારી બને છે.

આ પણ વાંચો : રશિયા સાથે એસ-400 ડિલ પર ભારતે કહ્યું:અમે રાષ્ટ્રહિતમાં જ કરીશું નિર્ણય

આ લોકોએ કહ્યું કે અગાઉ અબજોપતિ રોકાણકાર વોરેન બફેટે કહ્યું હતું કે તેમના પર તેમના સચિવ કરતા પણ ઓછા દરે ટૅક્સ વસૂલવામાં આવે છે. આ જૂથે કહ્યું કે વેલ્થ ટૅક્સથી જળવાયુ સંકટનો ઉકેલ મેળવી શકાય છે. અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્યવ્યવસ્થાને સુધારી શકાય છે સાથે જ પર્યાપ્ત અવસરો પેદા કરી શકાય છે. આનાથી અમારી લોકતાંત્રિક આઝાદી પણ મજબૂત થશે. વેલ્થ ટૅક્સ લગાડવો આપણા ગણતંત્ર માટે લાભદાયક છે.

new york