Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રશિયા સાથે એસ-400 ડિલ પર ભારતે કહ્યું:અમે રાષ્ટ્રહિતમાં જ કરીશું નિર્ણય

રશિયા સાથે એસ-400 ડિલ પર ભારતે કહ્યું:અમે રાષ્ટ્રહિતમાં જ કરીશું નિર્ણય

27 June, 2019 01:08 PM IST | રશિયા

રશિયા સાથે એસ-400 ડિલ પર ભારતે કહ્યું:અમે રાષ્ટ્રહિતમાં જ કરીશું નિર્ણય

રશિયા સાથે એસ-400 ડિલ પર ભારતે કહ્યું:અમે રાષ્ટ્રહિતમાં જ કરીશું નિર્ણય


બે દિવસની ભારત મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ બુધવારે વડા પ્રધાન મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી. પોમ્પિયોએ જયશંકર સાથેની મુલાકાતમાં ભારતની રશિયા સાથે એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ડિલ અને અન્ય રક્ષા સોદા પર વાતચીત કરી. આ દરમ્યાન ભારતે સ્પષ્ટ કહ્યું કે અમે તે જ કરીશું, જે રાષ્ટ્રનાં હિતમાં હશે.

બંને વિદેશ પ્રધાનોએ વાતચીત બાદ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ દરમ્યાન જયશંકરે પૂછ્યું કે શું અમેરિકાના કાયદાની અસર ભારતના રશિયા સાથેના એસ-૪૦૦ ડિલ પર પડશે. જયશંકરે કહ્યું, આપણા અનેક દેશો સાથે સંબંધ છે. આપણી અનેક ભાગીદારી છે અને તેનો ઈતિહાસ છે. અમે તે જ કરીશું જે આપણા દેશનાં હિતમાં હશે. તેનો એક ભાગ દરેક દેશની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પર પણ છે, જે અંતર્ગત બીજા દેશોનાં હિતોને પણ સમજવા અને પ્રશંસા કરવી જરૂરી છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પોમ્પિયોએ મોદીને રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી જીતના અભિનંદન આપ્યા હતા. મોદીએ પોમ્પિયોને કહ્યું ‘ભારત-અમેરિકાની સાથે રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. અમે દ્વિપક્ષીય સંબંધોથી વેપાર, અર્થવ્યવસ્થા, ઊર્જા અને રક્ષા મજબૂત કરવા માગીએ છીએ.’ આ અંગે પોમ્પિયોએ વિશ્વાસ અપાવ્યો કે અમેરિકા પણ ભારતની સાથે મળીને કામ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.



રશિયા સાથે જી-૪૦૦ ડિલ અને વ્યાપારિક મુદ્દાઓ પર પોમ્પિયોએ કહ્યું કે, કોઈ પણ એવો ભાગીદાર મળ્યો નથી, જ્યાં અમારી વચ્ચે સમસ્યાના નિવારણ માટે ન રહ્યો હોય. અમે એવો પ્રયાસ કરીશું કે પોતાના દેશ માટે સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકીએ અને એવું પણ ઈચ્છીએ છીએ કે ભારત પણ આવું કરવામાં સક્ષમ બને. અમે બન્ને મુદ્દાઓને વાસ્તવિક તકની રીતે જોઈ રહ્યા છીએ અને હું જાણું છું કે અમે સાથે કામ કરી શકીએ છીએ. સાથે જ સંબંધોનો પાયો પણ નાખી શકીએ છીએ .


પોમ્પિયોએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પોમ્પિયોએ એચ ૧- વિઝા, રશિયાથી ભારતના જી-૪૦૦ મિસાઈલ સોદા સહિત બન્ને દેશો વચ્ચે ટ્રેડ વૉર અંગે પણ ચર્ચા કરી.

આ પણ વાંચો : આ છે ઇરાકમાંના 4000 વર્ષ જૂના ભગવાન રામના ભીંતચિત્રો


પોમ્પિયો ભારતયાત્રા દરમ્યાન જયશંકર સાથે જાપાનના ઓસાકામાં મોદી અને ટ્રમ્પ વચ્ચે થનારી દ્વિપક્ષીય મુલાકાતના એજન્ડા વિશે પણ વાત કરશે. મોદી અને ટ્રમ્પ ૨૮-૨૯ જૂને જી-૨૦ શિખર સંમેલનમાં સામેલ થવા માટે જપાનના ઓસાકા જશે. આ દરમ્યાન જયશંકર અને પોમ્પિયો પણ બેઠકમાં હાજર રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2019 01:08 PM IST | રશિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK