ટ્રમ્પે મૂળે ભારતીય આ નગરિકને અમેરિકન જજ માટે કરી ભલામણ, જાણો કોણ છે આ

01 September, 2019 03:21 PM IST  |  મુંબઈ ડેસ્ક

ટ્રમ્પે મૂળે ભારતીય આ નગરિકને અમેરિકન જજ માટે કરી ભલામણ, જાણો કોણ છે આ

શિરીન મેથ્યૂઝ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ભારતીય-અમેરિકન વકીલ શિરીન મેથ્યીની અમેરિકાના નવા જજ તરીકેની ભલામણ કરી છે. શિરીન મેથ્યૂ અમેરિકાની એક મોટી લૉ ફર્મ 'જૉન્સ ડે' સાથે જોડાયેલા છે, જ્યાં તે વાઇટ કૉલર ગુનાખોરી અંગેના કેસ લડે છે. આ પહેલા તે કેલિફોર્નિયામાં એક સહાયક વકીલ હતી, જે અપરાધિક સ્વાસ્થ્ય સંભાળ અને દગાખોરીના મામલા બાબતે કામ કરતી હતી.

સેન ડિએગોમાં દક્ષિણી કેલિફોર્નિયાના દક્ષિણી જિલાની ફેડરલ કોર્ટમાં તેનું નામ બુધવારે વાઇટ હાઉસે જાહેર કર્યું. હવે તેની નિયુક્તિ સેનેટ દ્વારા થશે. અમેરિકામાં વિભિન્ન સ્તરો પર ફેડરલ કોર્ટમાં ટ્રમ્પ દ્વારા ભલામણ કરાયેલી છઠ્ઠી ભારતીય અમેરિકન છે. સાઉથ એશિયા બાર એસોસિએશનના અધ્યક્ષ અનીશે આને એક ઐતિહાસિક નામાંકન કહ્યું છે અને આગ્રહ કર્યો છે કે સેનેટ કોર્ટ માટે એક યોગ્ય દક્ષિણ એશિયાઇ અવાજને જોડતાં તે ઝડપથી આ બાબતની પુષ્ટિ કરે.

આ પણ વાંચો : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

લૉ ફર્મ જોન્સ ડેએ જણાવ્યું કે, જ્યારે તે એક વકીલ હતી, મેથ્યૂઝે ચોરી કરેલા ચિકિત્સાના સાધનોમાં એક મિલિયન ડૉલરની છેતરપિંડીનો ખુલાસો કર્યો અને સામાજિક સુરક્ષા ટ્રસ્ટ ફંડ માટે ઉચ્ચત્તમ પુનર્સ્થાપન પુરસ્કારોમાંનો એક જીત્યો

donald trump united states of america