ભૂકંપના ભારે ઝાટકાથી હલબલ્યુ ફિલિપીન્સ, ભારે નુકશાનની શંકા

29 October, 2019 09:43 AM IST  |  મુંબઈ ડેસ્ક

ભૂકંપના ભારે ઝાટકાથી હલબલ્યુ ફિલિપીન્સ, ભારે નુકશાનની શંકા

દક્ષિણ ફિલિપિન્સમાં મંગળવારે ભૂંકપના મોટા ઝાટકા અનુભવવામાં આવ્યા. 6.6ની તીવ્રતા આ ભૂંકપના ઝાટકાની હતી તેવી માપણી કરવામાં આવી છે. અધિકારીઓ પ્રમાણે, ભૂકંપના વિસ્તારમાં ભારે નુકશાનની શક્યતા છે. ભૂકંપના ઝાટકા એટલા તીવ્ર હતા કે લોકો ગભરાઇને અહીંયા ત્યાદોડવા લાગ્યા. અમેરિકન જીયોલોજિકલ સર્વે (US Geological Survey) પ્રમાણે, હાલ સુનામીની ચેતલણી જાહેર કરવામાં નથી આવી.

સમાચાર એજન્સી એએફપી પ્રમાણે, આ ભૂકંપના ઝાટકા મિંડાનાઓ દ્વીપ (island of Mindanao)ના વિસ્તારમાં નોંધવામાં આવ્યા. આ જ વિસ્તારમાં મહિનાની શરૂઆતમાં પણ ભૂકંપના તીવ્ર ઝાટકા આવ્યા હતા. 6.8ની તીવ્રતાના ભૂકંપના કેન્દ્ર દાવો શહેરની આસપાસ હતો. એટલું જ નહીં બે અઠવાડિયા પહેલા પણ આ વિસ્તારમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં પાંચ લોકોનું મૃત્યુ થયું, જ્યારે ડઝનેક જેટલા મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા.

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

અધિકારીઓ પ્રમાણે, 6.6 તીવ્રતાના આ ભૂકંપથી પણ ભારે નુકશાનની શંકા છે. જો કે, અત્યાર સુધી કોઇપણ જાન-માલના નુકસાનની માહિતી આવી નથી. જણાવીએ કે ફિલિપીન્સ પૈસિફિક 'રિંગ ઑફ ફાયર'નો એક ભાગ છે જે તીવ્ર ભૂકંપીય ગતિવિધિઓ માટે જાણીતું છે. 'રિંગ ઑફ ફાયર' (Ring of Fire)નું ક્ષેત્ર જાપાન દક્ષિણ પૂર્વ એશિયાથી પ્રશાંત બેસિન સુધી ફેલાયેલું છે.

world news news earthquake philippines