ટ્રમ્પ-મોદીની મુલાકાતથી અમેરિકાના સાંસદો ગદ‍્ગદ‍્

27 February, 2020 11:13 AM IST  |  Mumbai Desk

ટ્રમ્પ-મોદીની મુલાકાતથી અમેરિકાના સાંસદો ગદ‍્ગદ‍્

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિના કરેલા ભવ્યાતિભવ્ય સ્વાગત અને બન્ને વચ્ચે થયેલી મુલાકાતથી અમેરિકાના સાંસદો ભારે ખુશ થયા છે. તેમણે મોદી-ટ્રમ્પની મુલાકાતને અમેરિકાના રાષ્ટ્રીય હિતો તથા વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્ત્વની ગણાવી હતી. સેનેટર ટેડ ક્રૂઝે કહ્યું હતું કે ભારત એક મિત્ર છે, સહયોગી છે અને ધરતી પરનું સૌથી મોટું લોકતંત્ર છે.

બે દિવસ પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવ્યા હતા. સાંસદ પીટ એલ્સને કહ્યું હતું કે ભારતમાં ટ્રમ્પનું જે રીતે સ્વાગત થયું તે જોઈ ખૂબ જ સારું લાગ્યું. ભારત વ્યાપાર અને કૂટનીતિ બન્ને મામલે અમેરિકાનું સૌથી મોટું ભાગીદાર છે.

રિપબ્લિકન નેતા કેવિન મૈકકાર્થીએ કહ્યું હતું કે ભારતમાં ટ્રમ્પનું જે રીતે ગરમજોશીથી સ્વાગત કરવામાં આવ્યું તે બન્ને દેશો વચ્ચે મજબૂત સંબંધો દર્શાવે છે અને એ પણ સાબિત કરે છે કે દુનિયા તેના કારણે સુરક્ષિત છે.

narendra modi donald trump united states of america