યૂએસના સાંસદ તુલસી ગબાર્ડે ગૂગલ પર કર્યો 350 કરોડનો મુકદમો

26 July, 2019 05:53 PM IST  |  વૉશિંગ્ટન

યૂએસના સાંસદ તુલસી ગબાર્ડે ગૂગલ પર કર્યો 350 કરોડનો મુકદમો

યૂએસના સાંસદ તુલસી ગબાર્ડે ગૂગલ પર કર્યો 350 કરોડનો મુકદમો

અમેરિકાની પહેલી હિંદૂ સાંસદ અને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિના ઉમેદવાર બનવાના દાવેદર તુલસી ગબાર્ડે ગૂગલ પર પાંચ કરોડ ડૉલર એટલે કે લગભગ 350 કરોડ રૂપિયાનો મુકદમોકર્યો છે. તુલસીએ ગૂગલ પર તેમની અભિવ્યક્તિની આઝાદીમાં બાધા ઉભી કરવાનું અને તેના ચૂંટણી અભિયાન પ્રત્યે ભેદભાવનો આરોપ લગાવ્યો છે. આવતા વર્ષે થનારા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારી મેળવવા માટે 20થી વધુ લોકો મેદાનમાં છે.

ગબાર્ડની ચૂંટણી અભિયાન સમિતિ અનુસાર, 27 અને 28 જૂને થયેલી પહેલી પ્રાઈમરી ચર્ચા બાદ ટેક્નિકલ દિગ્ગજ ગૂગલે તેમના અભિયાન સાથે જોડાયેલી જાહેરાતનું અકાઉન્ટ છ કલાક માટે બંધ કરી દીધું હતું. ગૂગલનું આ કૃત્ય ગબાર્ડની વાત સંભવિત મતદારો સુધી પહોંચવા માટે અને તેમના અભિયાન માટે ફંડ એકઠું કરવામાં પણ બાધારૂપ બન્યું. જેના લીધે જ ગૂગલ પર કોર્ટમાં મુકદમો કરવામાં આવ્યો છે.

આ પણ જુઓઃ રાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી?

ગબાર્ડે કહ્યું કે, 'અકાઉન્ટ બંધ કરી ગૂગલને મારી અભિવ્યક્તિની આઝાદીનું હનન કર્યું. આનાથી એ પણ ખબર પડે છે કે ઈન્ટરનેટ પર ગૂગલનું પ્રભુત્વ અમેરિકાના મૂલ્યો માટે કેટલા ખતરનાક છે.' પોતાની સફાઈમાં ગૂગલના પ્રવક્તા જોસ કાસ્ટાનેડાએ કહ્યું કે, 'ગૂગલની ઑટોમેટિક સિસ્ટમ જાહેરાત આપનારના અકાઉન્ટથી થઈ રહેલી અસામાન્ય ગતિવિધિઓને ઓળખી લે છે. જેથી કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય. ગબાર્ડના મામલામાં પણ આવું જ થયું છે.'

united states of america world news google