UK Election 2019:કન્ઝર્વેટિવ પાર્ટીને પૂર્ણ બહુમત, ફરી બનશે જૉનસન સરકાર

13 December, 2019 01:52 PM IST  |  Mumbai Desk

UK Election 2019:કન્ઝર્વેટિવ પાર્ટીને પૂર્ણ બહુમત, ફરી બનશે જૉનસન સરકાર

વર્ષ 1923 પછી પહેલી વાર ડિસેમ્બરમાં થયેલી બ્રિટેન સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન બોરિસ જૉનસનની કન્ઝર્વેટિવ પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યું છે. આ પહેલા આવેલી મીડિયા રિપોર્ટ્સમાં ચૂંટણી અધિકારીઓ તેમ એક્ઝિટ પોલના અનુમાન આપવામાં આવ્યા હતા. તે પ્રમાણે, લેબર પાર્ટીના પાછળ રહેવાની અને કંઝર્વેટિવ પાર્ટી આગળ હોવાની વાત કહેવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોરિસ જૉનસનને જીતની વધામણી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "વડાપ્રધાન બોરિસ જૉનસનને સુદર જીતની ફરી ફરી વધામણીઓ. હું તેમને શુભેચ્છાઓ આપું છું અને બારત-બ્રિટેન વચ્ચેના સંબંધો પર મળીને કામ કરવાની આશા રાખું છું." ઉલ્લેખનીય છે કે અહીં પાંચ વર્ષની અંદર આ ત્રીજી ચૂંટણી કરાવવામાં આવી છે. આ પહેલા 2015 અને 2017માં ચૂંટણી થઈ હતી.

બીબીસી પ્રમાણે, બોરિસ જૉનસન ડાઉનિંગ સ્ટ્રીટ પાછા આવશે. વડાપ્રધાન બોરિસ જૉનસને કહ્યું કે આ બ્રેક્ઝિટને લઇને જનાદેશ છે અને આવતાં મહિને EUથી UKને બહાર કાઢી લેવામાં આવશે. કન્ઝર્વેટિવ્સની જીત પર જેરેમી કૉર્બિને કહ્યું કે ભવિષ્યમાં ચૂંટણી નહીં લડે. સમૂચે નૉર્થ, મિડલેન્ડ્સ અને વેલ્સમાં લેબર પાર્ટીને હાર મળી છે જ્યાં 2016માં બ્રેક્ઝિટને સમર્થન મળ્યું હતું.

એએફપી પ્રમાણે, બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જૉનસન સંસદમાં પોતાની સીટને જાળવી રાખવામાં સફળ થયા.

સત્તારૂઢ કંઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડાપ્રધાન બોરિસ જૉનસનના મુખ્ય પ્રતિદ્વંદી વિપક્ષી લેબર પાર્ટીના નેતા જેરેમી કૉર્બિન છે. પણ લેબર પાર્ટીની હારના પૂર્વાનુમાનને જોતાં જેરેમી કૉર્બિને રાજીનામાની જાહેરાત કરી છે. કૉર્બિને કહ્યું, "આ લેબર પાર્ટી માટે ખૂબ જ નિરાશાજનક રાત છે."

બ્રિટેનમાં ગુરુવારે આયોજિત સામાન્ય ચૂંટણી માટે દેશના લોકોએ મતદાન કર્યું છે. એક્ઝિટ પોલ પ્રમાણે, કન્ઝર્વેટિવ પાર્ટી 338, લેબર 191, સ્કૉટિશ નેશનલ પાર્ટી 55, લિબરલ ડેમોક્રેટ્સને 13 સીટ કહેવામાં આવી હતી.

આ પણ વાંચો : બ્લેક કલરના ડ્રેસમાં બૅબો મચાવી રહી છે ધૂમ, જુઓ ગ્લેમરસ તસવીરો

લેબર પાર્ટીની થનારી ભારે હારના પૂર્વાનુમાનને જોતાં પાર્ટીના નેતા જર્મે કૉર્બિન (Jeremy Corbyn)એ રાજીનામાની જાહેરાત કરી દીધી છે. કાર્બિને કહ્યું, "આ લેબર પાર્ટી માટે ખૂબ જ નિરાશાજનક રાત છે."

national news great britain united kingdom