ચાલુ વર્ષ 2010-19નો દસકો ઇતિહાસમાં સૌથી વધુ ગરમ રહ્યો

05 December, 2019 11:38 AM IST  |  UN

ચાલુ વર્ષ 2010-19નો દસકો ઇતિહાસમાં સૌથી વધુ ગરમ રહ્યો

ફાઈલ ફોટો

સંયુક્ત રાષ્ટ્રસંઘે હવામાનને લગતા પોતાના વાર્ષિક આકારણી અહેવાલમાં જણાવ્યું હતું કે ચાલુ (૨૦૧૦-૧૯નો) દસકો ઇતિહાસમાં સૌથી વધુ ગરમ રહ્યો હતો. વર્લ્ડ મિટરિઑલૉજિકલ ઑર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વૈશ્વિક સરેરાશ તાપમાન દુનિયાના ઔદ્યોગિકીકરણ પહેલાના એકંદર ઉષ્ણતામાન કરતાં ૧.૧ અંશ સેલ્સિયસ (બે અંશ ફેરનહિટ) વધુ રહ્યું હતું. આ ઉપરાંત ચાલુ (૨૦૧૯નું) વર્ષ સૌથી વધુ ગરમ ત્રણ વર્ષમાંનું એક રહ્યું છે.

તેણે જણાવ્યું હતું કે ઈંધણના વધેલા વપરાશ, આંતરિક માળખાના મોટા પાયે થઈ રહેલા બાંધકામ, માલસામાનની હેરફેરમાંના વધારા જેવાં વિવિધ કારણને લીધે કાર્બનનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. ગ્રીનહાઉસ ગૅસને કારણે પેદા થતી વધારાની ગરમીમાંની ૯૦ ટકાને શોષી લેતા દરિયાના પાણીનું તાપમાન સૌથી વધુ નોંધાયું હતું. અહેવાલમાં જણાવાયું હતું કે વિશ્વના મહાસાગરો ૧૫૦ વર્ષ પહેલાં હતાં તેનાથી પચીસ ટકા વધુ તેજાબ હાલમાં ધરાવે છે અને તેની સીધી માઠી અસર દરિયાઈ જીવસૃષ્ટિ પર પડે છે તેમ જ અપ્રત્યક્ષ અસર દરિયાઈ ખોરાક પર આધાર રાખતા લાખો લોકોને થાય છે.

આ પણ વાંચો : સુદાનમાં ગૅસ ટૅન્કરમાં સ્ફોટ, 18 ભારતીયોએ જીવ ગુમાવ્યા

ગ્રીનલૅન્ડ હિમપ્રદેશમાંથી ૧૨ મહિનામાં ૩૨૯ અબજ ટન બરફ પીગળી ગયો હતો.

india