બ્રિટનના થેરેસા મે આપશે રાજીનામુ, આ દિવસે છોડશે પદ

24 May, 2019 04:08 PM IST  |  મુંબઈ

બ્રિટનના થેરેસા મે આપશે રાજીનામુ, આ દિવસે છોડશે પદ

થેરેસા મે (File Photo)

બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ આખરે પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી છે. થેરેસા મે 7 જૂનના રોજ પોતાના પદ પરથી રાજીનામુ આપશે. થેરેશા મે બ્રેક્ઝિટના રાજકીય સંકટને કારણે રાજીનામુ આપી રહ્યા છે.

બ્રિટનના વડાપ્રધાન પદની દોડમાં હવે Brexitના સમર્થક કંઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જોહનસનને સામેલ થઈ ચૂક્યા છે. થેરેસા મે જે જ્યારે પોતાના રાજીનામાની જાહેરાત કરી રહી હતી. ત્યારે તેઓ ઘણા ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે ખૂબ જ દબાણ વચ્ચે આ નિર્ણય લીધો છે. જો કે આ સંબોધન દરમિયાન તેમણે પોતાની સરકારની અપલબ્ધિઓ પણ ગણાવી. તેમણે કહ્યું કે આ દેશને સંભાળવો એ મારા માટે સન્માનનીય વાત હતી.

 તમને જણાવી દઈએ કે પીએમ થેરેસા મેએ બ્રેક્ઝિટની શરતો સંબંધિત વિધેયકની સંસદમાં ચર્ચા કર્યા બાદ રાજીનામુ આપવા સહમતી આપી હતી.

આ પણ વાંચોઃ ભવ્ય વિજય બાદ આ અંદાજમાં દેખાયા નરેન્દ્ર મોદી 

શું છે બ્રેક્ઝિટ ?

બ્રેક્ઝિટનો સીધો અર્થ છે બ્રિટનનું યુરોપિયન યુનિયનમાંથી અલગ થવું. ધ ગ્રેટ બ્રિટન યુરોપિયન યુનિયનમાં રહેશે કે નહીં તે અંગે આખી દુનિયામાં અસમંજસની સ્થિતિ સર્જાયેલી છે. હાલ બ્રિટનની સંસદ નક્કી કરશે કે તેઓ યુરોપિયન યુનિયનનો ભાગ બનવા ઈચ્છે છે કે નહીં ?

theresa may great britain brexit