બ્રિટનની કંપની પ્લાસ્ટિક કચરામાંથી ઈંધણ બનાવશે

04 November, 2019 02:41 PM IST  |  લંડન

બ્રિટનની કંપની પ્લાસ્ટિક કચરામાંથી ઈંધણ બનાવશે

ફાઈલ ફોટો

બ્રિટનમાં પ્રત્યેક વર્ષ આશરે ૫૦ લાખ ટન પ્લાસ્ટિક કચરો નીકળે છે એમાંથી ત્રીજા ભાગ કરતાં ઓછા કચરાનું પણ રિસાઇક્લિંગ થઈ શકતું નથી. બ્રિટનની હાઉસ એનર્જી કંપનીએ કહ્યું છે કે તે આ કચરામાંથી ઈંધણ બનાવશે, જેનો ઉપયોગ હાઇડ્રોજન કાર્સ માટે કરી શકાશે. પાવર હાઉસ એનર્જીએ એક એવી પ્રક્રિયા વિકસિત કરી છે જેમાં કચરામાં સમાવિષ્ટ પદાર્થોને નાના-નાના ટુકડામાં પરિવર્તિત કરવામાં આવે અને ત્યાર બાદ આશરે ૧૮૦૦ ડિગ્રી ફેરનહિટ (૮૧૫ સેલ્સિયસ) તાપમાન સુધી ગરમ કરે છે. એનાથી સિન્થેટિક ગૅસનું ઉત્પાદન થાય છે જે હાઇડ્રોજન, મિથેન અને કાર્બન ઓક્સાઇડનું મિશ્રણ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે સિન્થેટિક ગૅસને સળગાવી વીજળીનું ઉત્પાદન કરી શકાય છે અથવા તો એમાંથી હાઇડ્રોજન અલગ કરી વાહનોમાં ઈંધણ સ્વરૂપમાં ઉપયોગ કરી શકાય છે.

હાઇડ્રોજન ઈંધણ સેલવાળા વાહન ઇલેક્ટ્રિક મોટર્સથી સંચાલિત હોય છે. જ્યાં સુધી સેલને હાઇડ્રોજન અને ઑક્સિજનનો પુરવઠો મળે છે ત્યાં સુધી વીજળીનું ઉત્પાદન થતું રહે છે.

બૅટરીથી સંચાલિત કારોની તુલનામાં હાઇડ્રોજન ઈંધણવાળી કારના બે ફાયદા છે. પ્રથમ કારને લાંબા અંતર સુધી ડ્રાઇવ કરી શકાય છે. બીજુ, ઈંધણ ભરવામાં સમય લાગે છે, જ્યારે બૅટરીને ચાર્જ કરવામાં કલાકોનો સમય લાગે છે.

પાવર હાઉસ એનર્જીના સીઈઓએ કહ્યું છે કે ટ્રાન્સપોર્ટ માટે હાઇડ્રોજન વધારે સારું ઈંધણ છે. મોટી ટ્રકો અને બસો માટે ભવિષ્યમાં આ પ્રકારના ઈંધણનો ઉપયોગ કરવામાં આવશે. વર્તમાન સમયમાં સૌથી મોટી સમસ્યા એ છે કે હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશન હજી ઘણી ઓછી સંખ્યામાં છે અને ઘણાં દૂર-દૂર હોય છે. બ્રિટનમાં આ પ્રકારનાં ઈંધણ સ્ટેશન ૨૦ કરતાં પણ ઓછાં છે. જપાનનો લક્ષ્ય છે કે ૨૦૨૫ સુધીમાં માર્ગો પર બે લાખ હાઇડ્રોજન કાર હોય. આશરે ૩૨૦ ફ્યુઅલ સ્ટેશન લગાવવામાં આવશે.

london united kingdom