ભૂકંપનો તાગ મેળવી લેશે આ સમુદ્રની નીચે લગાડેલી ટેલીફોન તાર

01 December, 2019 05:59 PM IST  |  Mumbai Desk

ભૂકંપનો તાગ મેળવી લેશે આ સમુદ્રની નીચે લગાડેલી ટેલીફોન તાર

સમુદ્રની નીચે લગાડવામાં આવેલી ફાઇબર-ઑપ્ટિક કેબલ્સ જે વૈશ્વિક દૂરસંચાર નેટવર્કનું નિર્માણ કરે છે. ભૂકંપના મોનિટરિંગની સાથે-સાથે છુપાયેલી ભૂગર્ભીય સંરચનાઓનું આકલન કરવામાં મદદ કરે છે. એક નવા અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે. સાયન્સ નામની જર્નલમાં પ્રકાશિત આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે એક પ્રયોગ દરમિયાન સંશોધકોએ સમુદ્રની નીચે 20 કિલોમીટરના એક ખંડમાં ફેલાયેલી ફાઇબર-ઑપ્ટિક કેબલ્સને 10 હજાર ભૂકંપની મોનિટરિંગ કરનારા સ્ટેશનો બરાબર લાગ્યા.

અમેરિકાના કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય બર્કલેના સંશોધનકર્તાઓએ આ કેબલ્સની મદદથી પોતાના ચાર દિવસીય પ્રયોગ દરમિયાન 3.5 તીવ્રતાના ભૂકંપ અને પાણીની નીચેના ભૂકંપથી થયેલી તબાહીનું આકલન કર્યું. આની તપાસ કરવા માટે તેમણે એક એવી ટેક્નીકનો ઉપયોગ કર્યો, જેમાં એક ડિવાઇસ દ્વારા પ્રકાશનો તાગ મેળવી શકાય છે અને ભૂકંપની તરંગોની ઓળખ પણ કરી શકાય છે. સાથે જ આથી એ પણ ખબર પાડી શકાય છે કે ભૂકંપને કારણે કેબલ માં ખેંચ થવાથી બેકસ્કેટર ઇલેક્ટ્રૉન કેવી રીતે કામ કરે છે.

સંશોધકોએ કેબલના દર બે મીટર પર થયેલા પરિવર્તનોને માપવામાં આવે અને 20 કિલોમીટરના ખંડને 10,000 વ્યક્તિગત ભૂકંપના સેંસરોમાં પરિવર્તિત કર્યા. સંશોધકોએ કહ્યું કે, "આ ટેક્નિક દ્વારા એવા ફૉલ્ટ સિસ્ટમની ઓળખ પણ કરવામાં આવી છે, જેની હજી સુધી ખબર પાડી શકાઇ ન હતી. આ સિવાય આનો ઉપયોગ જ્વાર અને તોફાનનું નિરીક્ષણ કરવા માટે પણ કરી શકાય છે."

સંશોધકોએ આ ટેક્નિકને 'ડિસ્ટ્રીબ્યૂટેડ એકૉસ્ટિક સેંસિંગ' નામ આપ્યું છે. આનો ઉપયોગ પહેલા જમીન પર ફાઇબર-ઑપ્ટિક કેબલ સાથે પરીક્ષણ માટે કરવામાં આવ્યું હતું, પણ હવે તેનો પ્રયોગ તે વિસ્તારોમાં સમુદ્રની નીચે થતી ગતિવિધિઓનો ડેટા મેળવવા માટે પણ કરવામાં આવી શકે છે, જ્યાં ભૂકંપની મોનિટરિંગ માટે સ્ટેશન સીમિત સંખ્યામાં છે.

આ પણ વાંચો : સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

સંશોધકોએ કહ્યું કે નવી પ્રણાલી કેબલની લંબાઇના દરેક મીટર માટે નેનોમીટરથી લઈને સેંકડો પિક્સોમેટ્રેસના પરિવર્તનને માપી શકો છો. અધ્યયનના લેખક નેટ લિંડસેએ યૂસી હેડલીને કહ્યું, 'ભૂકંપીય તરંગોના અધ્યયન માટે સમુદ્રની સતહનું અધ્યયન પણ જરૂરી છે. નવી વિધિ આ દિશામાં ખૂબ જ મોટું પરિવર્તન લાવી શકે છે.'

national news technology news