પાકિસ્તાનમાં ટીવી એન્કરોને મોઢે તાળા, લાગૂ પાડવામાં આવ્યા નવા નિયમો

29 October, 2019 09:21 AM IST  | 

પાકિસ્તાનમાં ટીવી એન્કરોને મોઢે તાળા, લાગૂ પાડવામાં આવ્યા નવા નિયમો

પાકિસ્તાનના ઇલેક્ટ્રોનિક મીડિયા નિયામકે ટૉક શૉ દરમિયાન ટીવી એન્કર્સને કોઇપણ પ્રકારના વિચારો પ્રસ્તુત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેની સાથે જ એન્કર્સની ભૂમિકા ફક્ત સંચાલન સુધી જ સિમિત કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટમાં સોમવારે આ માહિતી આપવામાં આવી.

ડૉન અખબારની રિપોર્ટ પ્રમાણે, રવિવારે રજૂ કરવામાં આવેલા આદેશમાં પાકિસ્તના ઇલેક્ટ્રૉનિક મીડિયા રેગ્યુલેટર ઑથૉરિટી (PEMRA)એ નિયમિત શૉ કરનારા એન્કર્સને નિર્દેશ આપ્યો છે કે તે પોતાના કે બીજી ચેનલના ટૉક શૉમાં 'વિશેષજ્ઞ' તરીકે હાજર ન થાય.

વ્યક્તિગત મતથી સાવધાન
PEMRAની આચાર સંહિતા પ્રમાણે, એન્કરની ભૂમિકા કાર્યક્રમનું સંચાલન નિષ્પક્ષ, તટસ્થ અને કોઇપણ ભેદભાવ કર્યા વગર કરવાની છે. તેમને કોઇપણ મુદ્દે પોતાનો વ્યક્તિગત મત, પૂર્વાગ્રહો કે નિર્ણયો આપતાં સંભાળવું પડશે.

નિયામક નિકાયે મીડિયા હાઉસને નિર્દેશ આપ્યો કે તે ટૉક શૉ માટે અતિથિની પસંદગી ખૂબ જ સતર્ક રીતે કરે અને દરમિયાન તે ખાસ વિષય પર તેના જ્ઞાન અને વિશેષજ્ઞતાનું પણ ધ્યાન રાખે. રિપોર્ટ પ્રમાણે, "ઇસ્લામાબાદ હાઇકોર્ટના 26 ઑક્ટોબરના એક આદેશ પછી બધી સેટેલાઇટ ચેનલ્સને આ આદેશ મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટે શહબાઝ શરીફ બનામ સરકારના મામલે વિભિન્ન ટવી ટૉક શૉ પર સંજ્ઞાન લીધું, જ્યાં એન્કરોએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીમે ન્યાયપાલિકા અને તેના નિર્ણયોની છબિ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો. કોર્ટે આવા ઉલ્લંઘનો પર પીઇએમઆરએ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને સજા બાબતે રિપોર્ટ માગી છે."

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

નવાજ શરીફની જમાનત પર મૂકાયો 'ડીલ'નો આરોપ
PEMRAએ કહ્યું કે હાઇ કોર્ટે આ વાત પર પણ સંજ્ઞાન લીધું છે કે કેટલાક એન્કર/પત્રકારોએ 25 ઑક્ટોબરના કેટલીક ટીવી ચેનલ્સ પર કયાસના આધારે ચર્ચા કરી અને આરોપ મૂક્યા કે પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને અલ અજીજા મામલે 26 ઑક્ટોબરના જમાનત આપવા સંદર્ભે એક કથિત ડીલ થઈ છે. જેમાં કહેવામાં આવ્યું "એવું માનવામાં આવ્યું છે કે આ હાઇકોર્ટની છબિ અને અક્ષુણ્ણતાને ધૂમિલ કરવા અને તેના નિર્ણયને વિવાદિત કરવાનો પ્રયત્ન છે."

pakistan television news