ભારત-જપાન હવે શ્રીલંકા સાથે મળીને કોલંબો પોર્ટને વિકસિત કરશે

30 May, 2019 12:02 PM IST  |  કોલંબો

ભારત-જપાન હવે શ્રીલંકા સાથે મળીને કોલંબો પોર્ટને વિકસિત કરશે

પોર્ટ

ભારત અને જપાન હવે શ્રીલંકા સાથે મળીને કોલંબો પોર્ટને વિકસિત કરશે. ત્રણેય દેશોએ આ માટે મંગળવારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. શરતો પ્રમાણે ભારત-જપાન કોલંબો પોર્ટના પૂર્વ ભાગ પર ડીપ-સી કન્ટેનર ટર્મિનલ બનાવશે. શ્રીલંકા પોર્ટ ઑથોરિટી પ્રમાણે પોર્ટ દ્વારા થનારો ૭૦ ટકા વ્યાપાર ભારત સાથે જોડાયેલો છે. જપાન ૧૯૮૦થી પોર્ટના ટર્મિનલને વિકસિત કરવામાં સહયોગ આપી રહ્યું છે.

કરાર બાદ પણ પોર્ટના માલિકી હક શ્રીલંકા પાસે જ રહેશે. જે ચીનના બેલ્ટ ઍન્ડ રોડ પ્રોજેક્ટથી ઊલટું છે, જેમા દેવું ન ચૂકવી શકવાની સ્થિતિમાં શ્રીલંકાએ તેનું હમ્બનટોટા પોર્ટ ચીનને ૯૯ વર્ષ માટે લીઝ પર આપવું પડ્યું છે. કરાર પ્રમાણે શ્રીલંકા પ્રોજેક્ટના ૫૧ ટકા હિસ્સાને નિયંત્રિત કરશે, જ્યારે ભારત અને જપાન બાકીના ૪૯ ટકા પ્રોજેક્ટને નિયંત્રિત કરશે.

આ પણ વાંચો : આ બૉડીબિલ્ડરે તેલનાં ઇન્જેક્શન્સથી બનાવ્યાં 23 ઇંચનાં બાવડાં

હવે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે ત્રણેય દેશો એકબીજા સાથે મુલાકાત કરશે. શ્રીલંકા પોર્ટ ઑથોરિટીએ કહ્યું, હિંદ મહાસાગરનું કેન્દ્ર હોવાને કારણે શ્રીલંકા અને તેના બંદરોનો વિકાસ મહkવનો છે. આ ભાગીદારીવાળો પ્રોજેક્ટ ત્રણેય દેશો વચ્ચેની મિત્રતાને દર્શાવે છે.

india sri lanka japan