સિંગાપોરની હાઈ કોર્ટે નીરવ મોદીની 44 કરોડની સંપત્તિ જપ્ત કરી

03 July, 2019 11:39 AM IST  |  નવી દિલ્હી

સિંગાપોરની હાઈ કોર્ટે નીરવ મોદીની 44 કરોડની સંપત્તિ જપ્ત કરી

નીરવ મોદી

પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડના મુખ્ય આરોપી અને ભારત છોડીને નાસી ગયેલા નીરવ મોદી પર એજન્સીએ ગાળિયો કસ્યો છે. નીરવ મોદી અને તેની બહેન પૂર્વી મોદી સાથે જોડાયેલા ચાર બૅન્ક ખાતાઓને સ્વિટ્‌ઝર્લેન્ડમાં સીઝ કર્યા બાદ આજે સિંગાપોરસ્થિત સંપત્તિ જપ્ત કરવામાં ઇડીને સફળતા મળી છે.

મંગળવારના રોજ સિંગાપોરની કોર્ટે ઇડીની ભલામણ પર ૪૪.૪૧ કરોડ રૂપિયાની સિંગાપોરસ્થિત સંપત્તિને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પંજાબ નૅશનલ બૅન્કના ૧૩ હજાર કરોડ રૂપિયાની લોન લઈને દેવાળું ફૂંકનાર ભાગેડુ નીરવ મોદીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો : એક સમયના વિશ્વના સૌથી ઊંચા 7 ફુટ 9 ઇંચના ટીનેજરને આખરે નોકરી મળી

તપાસ એજન્સીઓએ આ મામલામાં નીરવ મોદી અને તેની બહેન પૂર્વી મોદી સાથે જોડાયેલા ચાર બૅન્ક ખાતાઓને સ્વિટ્‌ઝર્લેન્ડમાં સીઝ કર્યાં છે. નીરવ અને પૂર્વી મોદીનાં આ ખાતાઓમાં આશરે ૨૮૩.૧૬ કરોડ રૂપિયા જમા હતા.

Nirav Modi