VIDEO:જ્યારે મૂળ અમદાવાદની યુવતીના ઈશારે USની NBA કોર્ટ પર રમાયા ગરબા

22 March, 2019 04:41 PM IST  |  ફ્લોરિડા

VIDEO:જ્યારે મૂળ અમદાવાદની યુવતીના ઈશારે USની NBA કોર્ટ પર રમાયા ગરબા

મૂળ અમદાવાદનો છે શિવાલી વ્યાસનો પરિવાર

અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. તેમની ખાસિયત એ છે કે તેઓ ગુજરાતી સંસ્કૃતિ નથી ભૂલ્યા. કેટલાક કિસ્સાઓ તો એવા પણ સામે આવે છે કે સાત સમુંદર પાર વસતા ગુજરાતીઓએ ત્યાંના ગોરાઓને ગુજરાતની સંસ્કૃતિના રંગમાં રંગી દીધા હોય. તાજેતરમાં અમેરિકાની બાસ્કેટ બોલ કોર્ટ પર આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું.

અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન એનબીએની બાસ્કેટ બોલ કોર્ટ પર સ્થાનિક ડાન્સર્સે ગરબા કર્યા તો તમામ લોકો જોતા જ રહી ગયા. ઓરલાન્ડો મેજિક ડાન્સર્સે જ્યારે બોલીવુડની થીમ પર ગરબા કર્યા તો તમામ દર્શકો મોંમાં આંગળા નાખી ગયા. જો કે આ ડાન્સર્સને ગરબા કરાવવા પાછળ પણ મૂળ અમદાવાદની એક ગુજરાતી છોકરીનો હાથ છે. આ ડાન્સર્સે જે ગરબા કર્યા તે સ્પિનિંગ કેન્વાસ દ્વારા કોરિયોગ્રાફ કરાયેલા છે. જુઓ વીડિયો.

 

સ્પિનિંગ કેન્વાસ મૂળ અમદાવાદની શિવાલી વ્યાસ ચલાવે છે. શિવાલી વ્યાસનો પરિવાર અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના ટેમ્પામાં રહે છે. શિવાલી અમદાવાદમાં અભ્યાસ પણ કરી ચૂકી છે. હાલ તે અમેરિકાાં સ્પિનિંગ કેન્વાસ નામની ડાન્સ કંપની ચલાવે છે. તાજેતરમાં જ તેણે અમેરિકાની ફેમસ ટુર્નામેન્ટ એનબીએ માટે પ્રોફેશનલ ડાન્સર્સને ટ્રેઈન કર્યા હતા.

ahmedabad florida