રશિયાના વડાપ્રધાન કોરોના પૉઝિટીવ, દેશમાં સંક્રમિતોની સંખ્યા એક લાખ પાર

01 May, 2020 08:20 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

રશિયાના વડાપ્રધાન કોરોના પૉઝિટીવ, દેશમાં સંક્રમિતોની સંખ્યા એક લાખ પાર

મિખાઇલ મિશુસ્તિન

રૂસના પ્રધાનમંત્રી (Russian Prime Minister) મિખાઇલ મિશુસ્તિન (Mikhail Mishustin) પણ કોરોના વાયરસ પૉઝિટીવ આવ્યા છે. તેમણે પોતે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું કે તેમણે વિશે રાષ્ટ્રપતિ પુતિનને પણ સૂચિત કરી દીધું છે. હાલ તેઓ આઇસોલેશનમાં છે. સમાચાર એજન્સી એપી પ્રમાણે, દેશના પહેલા ઉપ વડાપ્રધાન આંદ્રે બેલૌસોવ અસ્થાઇ રૂપે મિશુસ્તિનનું કામકાજ જોશે. જો કે, વડાપ્રધાને કહ્યું કે તેઓ મુખ્ય મામલાઓ પણ આંદ્રેને સલાહ સૂચનો આપતાં રહેશે.

વડાપ્રધાન મિખાઇલનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે ગુરુવારે પૉઝિટીવ આવ્યો. 54 વર્ષના મિશુસ્તિન (Mikhail Mishustin)ની જાન્યુઆરીમાં વડાપ્રધાન પદે નિમણુક થઈ હતી. તો એક વીડિયો કૉલમાં રાષ્ટ્રપતિ પુતિને આશા દર્શાવી છે કે મિશુસ્તિન રૂસી અર્થવ્યવસ્થા માટે લેવામાં આવતાં નિર્ણયોમાં ભાગ લેવાનું જાળવી રાખશે. નોંધનીય છે કે રૂસમાં વડાપ્રધાન જ અર્થવ્યવસ્થાનું ધ્યાન રાખે છે. તે રાષ્ટ્રપતિ પ્રત્યે જવાબદાર હોય છે. રૂસમાં હાલ લૉકડાઉનનો પાંચમો અઠવાડિયો છે. રાષ્ટ્રપતિ પુતિને મંગળવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં જણાવ્યું કે હજી લૉકડાઉનને બે અઠવાડિયા માટે વધારવું પડશે કારણકે સ્થિતિ હજી પણ ખૂબ જ વિકટ છે.

ઉલ્લેખનીય છે કે રૂસમાં કોરોાના વાયરસના 7,099 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા એક લાખ પાર (106,498) થઈ ગઈ છે. રૂસમાં સંક્રમણને કારમે હજારથી વધુ મૃત્યુ થયા છે. તો વિશ્વભરમાં 3,253,612 લોકો કોરોનાની ચપેટમાં છે જ્યારે 230,119 લોકોનું મૃત્યુ થયું છે. આ પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા હતા. તેમને આઇસીયૂમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે, સારવાર બાદ તે કામ પર પાછાં ફર્યા છે.

russia coronavirus covid19 international news