ભારતને અંતરીક્ષમાં જોખમ હતું એટલે ઍન્ટિ-સૅટેલાઇટ પરીક્ષણ કર્યું

13 April, 2019 11:22 AM IST  | 

ભારતને અંતરીક્ષમાં જોખમ હતું એટલે ઍન્ટિ-સૅટેલાઇટ પરીક્ષણ કર્યું

અમેરિકાને ઝંડો

ભારતની મિશન શક્તિને અમેરિકાએ સમર્થન આપ્યું છે. અમેરિકાના સુરક્ષા મંત્રાલય પૅન્ટાગોને ઍન્ટિ સૅટેલાઇટ પરીક્ષણ અંગે જણાવ્યું હતું કે ભારત અંતરીક્ષમાં જોખમને કારણે ચિંતામાં હતું એથી એણે ઍન્ટિ સૅટેલાઇટ પરીક્ષણ કર્યું.

ડીઆરડીઓએ ૨૭ માર્ચે ઍન્ટિ સૅટેલાઇટ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ સાથે અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ઍન્ટિ સૅટેલાઇટ ક્ષમતાવાળો ચોથો દેશ બન્યો છે. અમેરિકાના વ્યૂહાત્મક વિભાગના કમાન્ડર જનરલ જૉન ઇ હાઇટને ગુરુવારે સૅનેટની સશસ્ત્ર સેવા સમિતિને જણાવ્યું હતું કે ભારતના ઍન્ટિ સૅટેલાઇટ અંગે પહેલી વાત એ છે કે એણે આ પરીક્ષણ કેમ કર્યું અને મને લાગે છે કે તેઓ અંતરક્ષક્ષમાં જોખમને લૅને ચિંતિત છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતને લાગે કે છે તેની પાસે અંતરક્ષક્ષમાં પોતાનો બચાવ કરવાની ક્ષમતા હોવી જોઈએ. એક જવાબદાર કમાન્ડર તરીકે મને અંતરક્ષક્ષમાં કાટમાળ નથી જોઈતો.

આ પણ વાંચો : વિજય માલ્યાએ પ્રત્યર્પણ વિરુદ્ધ હાઈ કોર્ટમાં બીજી વાર અરજી દાખલ કરી

સૅનેટર ટિમ કેને આ અંગે વાત કરતાઠ જણાવ્યું હતું કે ભારતે કહ્યું હતું કે તેમણે લો ઑર્બિટમાં એક સૅટેલાઇટ નક્ટ કર્યો છે. આ સૅટેલાઇટના ૪૦૦ ટુકડા થયા હતા જેમાંથી ૨૪ ટુકડા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે જોખમી છે. ૨૦૦૭માં ચીને પણ પરીક્ષણ કર્યું હતું જેને પગલે એક લાખ ટુકડા થયા હતા. આ ટુકડાને કારણે હજી પણ જોખમ છે.

united states of america india