જેલમાં મારા પિતાને ઘરનું ભોજન આપો, નહીં તો હું ભૂખ હડતાળ પર ઊતરીશ

10 July, 2019 11:32 AM IST  |  ઇસ્લામાબાદ

જેલમાં મારા પિતાને ઘરનું ભોજન આપો, નહીં તો હું ભૂખ હડતાળ પર ઊતરીશ

મરિયમ નવાઝ

ભ્રષ્ટાચારના આરોપ બદલ જેલની સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે એવી ધમકી આપી હતી કે જેલમાં મારા પિતાને ઘરનું ભોજન આપવાની રજા નહીં મળે તો હું ભૂખ હડતાળ પર ઊતરી જઈશ.

નવાઝ શરીફ અલ-અઝિઝિયા સ્ટીલ મિલ્સના ભ્રષ્ટાચાર મામલામાં ગુનેગાર ઠર્યા હતા અને તેમને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હાલ તેમને કોટ લખપત જેલમાં રાખવામાં આવ્યા છે.

મરિયમે ટ્‌વ‌િટર પર લખ્યું હતું કે હાલની બોગસ સરકારે મારા બીમાર પિતાને ઘરના ભોજનથી વંચિત રાખવાનો કારસો રચ્યો છે. મારા પિતાને ઘરનું ભોજન આપવાની પરવાનગી મને નહીં મળે તો હું આજીવન ભૂખ હડતાળ પર ઊતરી જઈશ. હકીકતમાં એવું બન્યું હતું કે નવાઝ શરીફના ઘરેથી ગયેલું ભોજન જેલની બહાર અટકાવી રાખવામાં આવ્યું હતું. ટિફિન લઈને ગયેલા માણસને ચાર-પાંચ કલાક બેસાડી રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : આ દુંદાળો વાંદરો થાઇલૅન્ડના સ્લિમિંગ-સેન્ટરમાંથી ગાયબ

૪૫ વર્ષની મરિયમ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની ઉપાધ્યક્ષ છે. તેના પિતા નવાઝ શરીફે જેલનું ભોજન ખાવાનો ઇનકાર કર્યો હતો. મરિયમે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે ચોવીસ કલાકમાં હાલની સરકાર ઘરના ભોજન પરનો પ્રતિબંધ ઉઠાવી નહીં લે તો હું ભૂખ હડતાળ કરીશ અને એની જવાબદારી હાલની સરકારની રહેશે.

pakistan islamabad nawaz sharif