પાકિસ્તાન તરફથી કોઈ પણ LoC પાર કરે તો ભારત એને ઇસ્લામી આતંક ગણાવે છે

06 October, 2019 12:12 PM IST  |  ઇસ્લામાબાદ

પાકિસ્તાન તરફથી કોઈ પણ LoC પાર કરે તો ભારત એને ઇસ્લામી આતંક ગણાવે છે

ઇમરાન ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત કાશ્મીર-રાગ આલાપ્યો છે. જોકે આ વખતે તેમના નિવેદનમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઇમરાને ટ્‌વીટ કરી કહ્યું કે જો કાશ્મીરીઓની મદદ કરવા માટે પાકિસ્તાન તરફથી કોઈ પણ એલઓસી પાર કરે છે તો ભારત દુનિયાની સામે તેને પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામી આતંકવાદ ગણાવે છે. આપને જણાવી દઈએ કે બૉર્ડર પર ભારતની ચાંપતી સુરક્ષાને લીધે ઘૂસણખોરો સરહદ પાર કરી શકતા નથી.

પાકિસ્તાનની સેના એલઓસી પર સતત ફાયરિંગ કરી ઘૂસણખોરો અને આતંકવાદીઓને કવર આપી રહી છે, પરંતુ ભારતની ચોકસાઈના લીધે ઘૂસણખોરો બૉર્ડર પાર કરી શકતા નથી. જે આતંકીઓએ પણ એલઓસીમાંથી ભારત આવવાની કોશિશ કરી છે તેઓ સેનાના જવાબી હુમલામાં મોતને ભેટ્યા છે. ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાન બરાબરનું અકળાયું છે.

આ પણ વાંચો : ભારત-બંગલા દેશ વચ્ચે જળ, શિક્ષણ સહિત સાત મહત્વપૂર્ણ કરાર થયા

ઇમરાન ખાને કાશ્મીરમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકીઓની પેરવી કરતાં કહ્યું કે જો પાકિસ્તાન તરફથી કાશ્મીરીઓની મદદ માટે કોઈ બૉર્ડર પાર કરે છે તો ભારત દુનિયાની સામે તેને પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામી આતંકવાદ ગણાવી દે છે. ઇમરાન ખાને જુઠ્ઠાણાનો પુલ ઊભો કરતાં કહ્યું કે કાશ્મીરમાં બે મહિનાથી લોકો અમાનવીય સ્થિતિમાં રહેવા મજબૂર છે.

imran khan pakistan india