NASAના ઇનસાઇટ લેન્ડરે મંગળ ગ્રહ પર રેકૉર્ડ કર્યા અટપટા અવાજો

02 October, 2019 06:25 PM IST  |  મુંબઈ ડેસ્ક

NASAના ઇનસાઇટ લેન્ડરે મંગળ ગ્રહ પર રેકૉર્ડ કર્યા અટપટા અવાજો

મંગળ ગ્રહ પર તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને શોધ ચાલું છે. વિશ્વની તમામ એજન્સીઓ સમયે સમયે પોતાના ઉપગ્રહો મોકલીને અહીં રિસર્ચ કરતી રહે છે. અત્યાર સુધી અહીં પાણી, બરફ ગુરુત્વાકર્ષણનું સ્તર અને અન્ય કેટલીક વસ્તુઓની શોધ થઈ ગઈ છે. હવે નાસાએ અહીં એક નવી મશીન લગાડીને ગ્રહ પર થતા અટપટા અવાજોને રેકૉર્ડ કર્યા છે અને તેના પર શોધ ચાલું છે.

100થી વધું અટપટા અવાજો સાંભળવા મળી
નાસાના વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર 100થી વધુ અટપટા અવાજો રેકૉર્ડ કર્યા છે. તાજેતરની શોધ અંતર્ગત નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL)એ મંગળ ગ્રહ પર કેટલાક કંપન અનુભવ્યા છે. નાસાએ પોતે જ આ બાબત વિશે મીડિયાને માહિતી આપી છે. આ પ્રમાણે નાસાના ઇનસાઇટ લેન્ડરે મંગળ ગ્રહ પર આજ સુધી 100 વધું કંપનની માહિતી મેળવી છે, જેમાંથી 21ને સ્ટ્રૉન્ગ માનવામાં આવે છે.

વૈજ્ઞાનિકો કરી રહ્યા છે અવાજોનો અભ્યાસ
હવે વૈજ્ઞાનિક આ અવાજોનો અભ્યાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિક આ અવાજોના જુદાં જુદાં અર્થો તારવી રહ્યા છે. નાસાએ જે ઇનસાઇટ દ્વારા અવાજ રેકૉર્ડ કર્યા છે તે એક-એક અતિ સંવેદનશીલ સીસ્મોમીટર લેસ હતા જેને સીસ્મિક એક્સપરિમેન્ટ ફૉર ઇન્ટીરિયર સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. આ મશીનમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ રૂપે થતાં કંપન પણ માપી શકાય છે.

કરવામાં આવી રહ્યો છે ભૂકંપીય તરંગોનો અભ્યાસ
નાસા તરફથી આ ઉપકરણને માર્સકેક્સ(marsquake)ને સાંભળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. હકીકતે નાસા વૈજ્ઞાનિક પહેલી વાર મંગળ ગ્રહની ઊંડી આંતરિક સંરચનાનો ખુલાસો કરતા આ વાતનું અધ્યયન કરવા માગે છે કે ભૂકંપોની ભૂકંપીય તરંગો ગ્રહના આંતરિક ભાગમાંથી કઈ રીતે પસાર થાય છે

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

પહેલી વાર આવી બાબતો પર કર્યું છે કામ
SEIS એ ગયા વર્ષે નવેમ્બરમાં લાલ ગ્રહ પર ઉતર્યા પછી તેને આ વર્ષે 23 એપ્રિલમાં પહેલી વાર એવી શક્યતા પર કામ કરવાનું શરૂ કર્યું હતું. SEIS એ પહેલા તેને ખૂબ જ ઝડપી રાખ્યું હતું પણ પછીથી તેને હેડફોનથી સાંભળી શકવાના સ્તર સુધી રાખવામાં આવ્યું. SEIS ઉપકરણ કેન્દ્ર નેશનલ ડી'એટ્યૂડ સ્પૈટિયલ (CNSE), ફ્રાંસીસી અંતરિક્ષ એજન્સી દ્વારા આપવામાં આવ્યું હતું. ગ્લોબલ ટાઇમ્સ વેબસાઇટ પર આ બાબતે માહિતી આપવામાં આવી છે.

nasa united states of america mars