ગૅન્ગસ્ટર રવિ પૂજારી અરેસ્ટ

01 February, 2019 08:28 AM IST  | 

ગૅન્ગસ્ટર રવિ પૂજારી અરેસ્ટ

આફ્રિકાના પશ્ચિમી ભાગમાં આવેલા સેનેગલ દેશની પોલીસે ગૅન્ગસ્ટર રવિ પૂજારીની અરેસ્ટ કરી હોવાનું કહેવાય છે. એક ન્યુઝ-ચૅનલ દ્વારા આપવામાં આવેલા સમાચારોમાં કહેવાયું છે કે બેંગલુરૂ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી રેડ કૉર્નર નોટિસને પગલે તેની અટકાયતની કાર્યવાહી કરવામાં આવી છે. બેંગલુરૂ પોલીસે રવિ પૂજારીની અરેસ્ટના અહેવાલોને સમર્થન આપીને તેના પ્રત્યાર્પણ માટેના પ્રયત્નો ચાલી રહ્યા હોવાનું કહ્યું હોવાનો દાવો પણ આન્યુઝ-ચૅનલ દ્વારા કરવામાં આવ્યો છે.

રવિ પૂજારીએ અનેક અન્ડરવર્લ્ડ ગૅન્ગ સાથે કામ કર્યું છે અને લગભગ બે દાયકા પહેલાં તેણે પોતાની અલગ ગૅન્ગ બનાવી હતી. તેની સામે ફક્ત ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ખંડણી અને હત્યાના ગુના નોંધાયેલા છે.

આ મહિનાની શરૂઆતમાં જ મુંબઈ પોલીસે રવિ પૂજારી ગૅન્ગના બે ગુનેગારોની અરેસ્ટ કરી હતી. વિલિયમ રૉડ્રિગ્સ અને આકાશ શેટ્ટી નામના આ બન્ને ગૅન્ગસ્ટરની અરેસ્ટ થયા બાદ રવિ પૂજારી ક્યાં છે એની માહિતી પોલીસને મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને એને આધારે આ અરેસ્ટ થઈ હોઈ શકે. રવિ પૂજારી ટોળકી સામે નોંધાવવામાં આવેલા ખંડણીના ગુનાને પગલે આ બન્ને ગૅન્ગસ્ટર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : US: એડમિશન કૌભાંડમાં 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત

છેલ્લાં ૧૫ વર્ષમાં આખા દેશની અનેક કોર્ટે‍ રવિ પૂજારી સામે બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યાં હોવા છતાં પોલીસ તેને પકડવામાં નિષ્ફળ ગઈ હતી. પહેલાં એવા અહેવાલો આવ્યા હતા કે રવિ પૂજારી ઑસ્ટ્રેલિયામાં બેસીને ગૅન્ગ ચલાવી રહ્યો છે.

ravi pujari national news Crime News