એક્ટ ઇસ્ટ મિશન: 72,000 કરોડ રૂપિયાની લોન આપવાની પીએમ મોદીની જાહેરાત

06 September, 2019 12:42 PM IST  |  મોસ્કો

એક્ટ ઇસ્ટ મિશન: 72,000 કરોડ રૂપિયાની લોન આપવાની પીએમ મોદીની જાહેરાત

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રશિયામાં યોજાયેલી પાંચમી ઈસ્ટર્ન ઇકૉનૉમિક ફૉરમને સંબોધન કર્યું હતું. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-રશિયાની મિત્ર પર વાતચીત કરી હતી અને પોતાની નીતિઓને દુનિયા સામે રજુ કરી હતી. ઈસ્ટર્ન ઇકોનૉમિક ફૉરમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને આ કાર્યક્રમ માટે મને ભારતમાં યોજાયેલી ચૂંટણી પહેલાં આમંત્રણ આપ્યું હતું. ૧૩૦ કરોડ લોકોએ મારા પર વિશ્વાસ દાખવ્યો છે. ભારત સુદૂર પૂર્વ (નૉર્થ ઈસ્ટ)ના વિકાસ માટે એક બિલ્યન ડૉલર (લગભગ ૭૨,૦૦૦ કરોડ રૂપિયા) આપશે.

વડા પ્રધાને કહ્યું કે મારી સરકાર ઍક્ટ ઈસ્ટ મિશન પર કામ કરી રહી છે. ભારત અને રશિયા વચ્ચે અંદાજે ૫૦થી વધારે સમજૂતી થઈ છે. ભારત પ્રકૃતિને બચાવવા માટે પણ પગલાં લઈ રહી છે.

ઈઈએફના કાર્યક્રમમાં વડા પ્રધાને કહ્યું કે ભારત રશિયા સાથે કદમથી કદમ મિલાવીને ચાલવા માગે છે. ભારતમાં અમે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છીએ. ૨૦૨૪ સુધી ભારતને ૫ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ. કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મને રાષ્ટ્રપતિ પુતિન સાથે રશિયાની પ્રતિભા ઓળખવાની તક મળી, જેનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. ભારત દુનિયાનું એવું પહેલું રાષ્ટ્ર છે જેણે વ્લાદિવોસ્તોકમાં પોતાનું દૂતાવાસ ખોલ્યું છે. સોવિયેત રશિયા સમયે પણ ભારત અને રશિયાના સંબંધો મજબૂત હતા. વ્લાદિવોસ્તોક બન્ને દેશો માટે એક મહત્ત્વનું સ્થાન બન્યું છે. ભારતે અહીં એનર્જી સેક્ટર અને બીજા ક્ષેત્રે રોકાણ કર્યું છે.

ઈઈએફ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વ્લાદિમીર પુતિનની રશિયાના આ ભાગના વિકાસ માટે વધારે રુચિ દાખવી છે જે તેમની નીતિઓમાં પણ છલકાય છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત રશિયા સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવા માગે છે. ભારતમાં અમે સબ કા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રશિયાના વ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઇકૉનૉમિક ફૉરમને સંબોધી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાને એક મહત્ત્વના સહયોગી ગણાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા સાથે ભારતના મજબૂત સંબધોનો ઉલ્લેખ કરતાં બન્ને દેશો વચ્ચે તાજેતરમાં થયેલી નવી સમજુતિઓનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન મોદીએ પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો : ગજબ છે હો..ચીનમાં ચહેરો બતાવીને લોકો કરી રહ્યા છે શોપિંગ, જાણો કેવી રીતે?

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પૂર્વી ભાગના તમામ ૧૧ ગવર્નરોને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે આજે ભારત-રશિયાના સંબંધો ઐતિહાસિક મુકામે પહોંચી ગયા છે. હવે ભારત અને રશિયા સાથે મળીને અવકાશનું અંતર અને સમુદ્રની ઊંડાઈ માપશે સાથે જ તેમણે જાહેરાત કરી હતી કે ચેન્નઈ અને વ્લાદિવોસ્તોક વચ્ચે જહાજો ચાલશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વ્લાદિવાસ્તોહ યુરેશિયા અને પેસિફિકનો સંગમ છે. તે આર્કટિક અને નોર્ધન સી રૂટ માટે નવી તકો ઊભી કરે છે. રશિયાનો લગભગ એક ચતુર્થાંસ ભાગ એશિયાઈ છે. ફૉર ઈસ્ટ આ મહાન દેશની એશિયાઈ ઓળખને વધારે મજબૂત બનાવે છે.

narendra modi russia