મોદી અને ઇમરાન ૨૭ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રને સંબોધશે

22 September, 2019 04:05 PM IST  |  મુંબઈ ડેસ્ક

મોદી અને ઇમરાન ૨૭ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રને સંબોધશે

મોદી, ઇમરાન

વૉશિંગ્ટન : (જી.એન.એસ.) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઔપચારિક મુલાકાત પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે મુલાકાત કરશે. ડોનલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાન વચ્ચે સોમવારે ઔપચારિક બેઠક થશે જે બાદમાં ટ્રમ્પ અને મોદી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ન્યુ યૉર્કમાં બેઠક થશે. જોકે રવિવારે ડોનલ્ડ ટ્રમ્પ પીએમ મોદીના હ્યુસ્ટન ખાતે યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યારે ઔપચારિક રીતે મુલાકાતનો દોર સોમવારે અને મંગળવારે હશે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ૨૩ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ન્યુ યૉર્કમાં રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. પાકિસ્તાનના દૈનિક વર્તમાનપત્ર ’ડૉન’એ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે યુએનજીએ સત્ર દરમિયાન ખાન અને ટ્રમ્પ વચ્ચે બે મુલાકાત થશે.
પીએમ મોદી અને ઇમરાન ખાન ૨૭ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે. ઇમરાન ખાને જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેઓ કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે. ઇસ્લામાબાદના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીર મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સતત પગલાં લીધાં છે.

narendra modi imran khan pakistan united nations donald trump