બ્રિટેનના આ શહેરમાં ગુજરાતીઓ માટે ચેતવણી,પાનની પિચકારી મારશો તો થશે દંડ

13 April, 2019 06:07 PM IST  |  લેસીસ્ટર, યૂકે

બ્રિટેનના આ શહેરમાં ગુજરાતીઓ માટે ચેતવણી,પાનની પિચકારી મારશો તો થશે દંડ

જરા વાંચો આ બોર્ડને

પાન ખાઈને પિચકારી મારવાની ગુજરાતીઓની આદતથી વિદેશીઓ પણ કંટાળી ગયા છે. આપણે ત્યાં રસ્તાઓ, ઈમારતો પર પાનની પિચકારીઓ જોવા મળે છે. અને આનાથી જ કંટાળીને લંડનના લીસેસ્ટર શહેરમાં ગુજરાતીમાં બોર્ડ મારીને સૂચના આપવામાં આવી છે.

જરા વાંચો આ બોર્ડ
બોર્ડમાં લખવામાં આવ્યું છે કે, પાન ખાઈને સ્ટ્રીટમાં થુંકવું આરોગ્ય માટે નુકસાનકારક અને અસામાજિક છે. આપને દંડ થઈ શકે છે 150 યુરોનો. એટલે કે લગભગ તેર હજાર રૂપિયા.


લીસેસ્ટરમાં મોટી સંખ્યમાં વસે છે ભારતીયો
લંડનના લીસેસ્ટરના બેલગ્રેવ રોડ અને મેલ્ટન રોડ જેવા વિસ્તારમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. જેમની રસ્તા પર પાન ખાઈને થુંકવાની આદતથી ત્રાસીને આ બોર્ડ મુકવામાં આવ્યા છે.

આવું પહેલીવાર નથી થયું
આ પહેલીવાર નથી કે બ્રિટેનમાં અને ખાસ કરીને લીસેસ્ટરમાં ભારતીયોને આ મામલે ચેતવણી આપવામાં આવી હોય. 2016માં લીસેસ્ટર સિટી કાઉંસિલના અધિકારી જાહેર સ્થળના સંરક્ષણનો આદેશ લઈને આવ્યા હતા. જેનાથી રસ્તાઓ પર થુંકવાની પરેશાનીથી છૂટકારો મેળવી શકાય.

london gujarat