ઇરાન ઇચ્છે છે કે અમેરિકા સાથે શાંતિ માટે ભારત કરે પહેલ

08 January, 2020 02:54 PM IST  |  Mumbai Desk

ઇરાન ઇચ્છે છે કે અમેરિકા સાથે શાંતિ માટે ભારત કરે પહેલ

અમેરિકા સાથે વધતાં તણાવ દરમિયાન ઇરાને ભારત પાસેથી શાંતિની પહેલ કરવાની અપીલ કરી છે. ભારતમાં ઇરાનના રાજદૂતે કહ્યું છે કે ઉના દેશ (ઇરાન) અમેરિકા-ઇરાન વચ્ચે તણાવ ઘટાડવા માટે ભારતની કોઇપણ શાંતિની પહેલનું સ્વાગત કરશે. ઇરાની રાજદૂતે બુધવારે આ નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી એએનઆઇએ આની માહિતી આપી છે. નોંધનીય છે કે ઇરાની કમાંડર જનરલ કાસિમ સુલેમાનીના મૃત્યુ પછીથી જ બન્ને દેશો વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.

જો કે, ઇરાને સીધા શબ્દોમાં અમેરિકા સાથે શાંતિની પહેલને લઈને ભારતની મદદ નથી માગી પણ ભારતમાં ઇરાનના રાજદૂત પાસેથી આવેલા નિવેદનથી સ્પષ્ટ દેખાય છે કે તેણે આ વાતનો અસ્વીકાર પણ નથી કર્યો. ઇરાન તરફથી આ ટિપ્પણી, ઇરાકમાં બે અમેરિકન ઠેકાણાં પર તેના હુમલા બાદ આવી છે. આ મિસાઇલ હુમલાને શીર્ષ કમાંડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યાના બદલા તરીકે જોઇ શકાય છે.

ભારતમાં ઇરાનના રાજદૂત અલી ચેગેનીએ દિલ્હી તેના દૂતાવાસમાં જનરલ સુલેમાની માટે એક શોકસભા બાદ સંવાદદાતાઓને કહ્યું, "ભારત સામાન્યરીતે વિશ્વભરમાં શાંતિ જાળવી રાખવામાં ખૂબ જ સારી ભૂમિકા ભજવે છે. બરાબર તે જ રીતે ભારતના આ ક્ષેત્ર સાથે પણ સંબંધ છે. અમે બધાં દેશોની, ખાસ તો ભારતની એક સારા મિત્ર તરીકે તેની કોઇપણ પહેલનું સ્વાગત કરશું, જેથી તણાવને ઘટાડી શકાય."

તેમણે આગળ કહ્યું, "અમે યુદ્ધ નથી ઇચ્છતા. અમે આ ક્ષેત્રમાં દરેક માટે શાંતિ અને સમૃદ્ધિના પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે કોઇપણ ભારતીય પહેલ કે કોઇપણ પરિયોજનાનું સ્વાગત કરીએ છીએ જે આ વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિમાં મદદ કરી શકે."

ઇરાકમાં અમેરિકન ઠેકાણાંઓ પક ઇરાની હુમલા બાબતે ચેગેનીએ કહ્યું કે તેમના દેશે બચાવના પોતાના અધિકાર હેઠળ જવાબી કાર્યવાહી કરી.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

જણાવીએ કે, સુલેમાનીની હત્યાથી વધેલા અમેરિકા-ઇરાનના તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે પોતાના ઇરાની સમકક્ષ જાવેદ ઝરીફ અને અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ સાથે વાતચીત કરી. આ વાતચીતમાં તણાવ વધવા પર ભારતની ચિંતાઓને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો.

iran iraq united states of america