આ દેશમાં જ્વાળામુખી પર બિરાજમાન છે આ ગણેશજી

10 September, 2019 06:43 PM IST  |  મુંબઈ ડેસ્ક

આ દેશમાં જ્વાળામુખી પર બિરાજમાન છે આ ગણેશજી

ગણેશજી

દેશમાં ગણેશ ઉત્સવની ધૂમ છે અને અનેક જગ્યાએ વિધ્નહર્તાને બિરાજમાન કરવામાં આવ્યા છે. દેશના લગભગ બધાં જ ગણેશ મંદિરો સજાવવામાં આવ્યા અને લોકો રોજ પૂજા આરતી કરતાં દેખાઈ રહ્યા છે. જ્યાં એક તરફ ગણેશ પંડાલમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવાની માન્યતા પોતાની જગ્યાએ છે, તો પ્રસિદ્ધ ગણપતિ મંદિરોમાં દર્શન કરવાનું પોતાનું એક આગવું મહત્વ છે. જેમ કે મુંબઇમાં સિદ્ધિવિનાયક મંદિરના દર્શન શુભ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ભારતમાં જ નહીં ઇન્ડોનેશિયામાં પણ અનેક ગણેશ મંદિર છે અને ઇન્ડોનેશિયાના એક જ્વાળામુખીના મુખ આગળ બિરાજેલા ગણેશજી 700 વર્ષથી ત્યાં જ છે?

અહીં વાત થઈ રહી છે ઇન્ડોનેશિયાના એક્ટિવ જ્વાળામુખી માઉન્ટ બ્રોમો પર બિરાજિત ગણપતિની એક મૂર્તિની. આમ તો આ ત્યાંની લોકકથા છે, પણ સ્થાનિક લોકોનું માનવું છે કે આ મૂર્તિ 700 વર્ષથી ત્યાં જ છે. ઇન્ડોનેશિયાના 141 જ્વાળામુખીમાંથી 130 હજી પણ એક્ટિવ છે અને તેમાંથી જ એક છે માઉન્ટ બ્રોમો. આ પૂર્વી જાવા પ્રાંતના બ્રોમો ટેન્ગર સેમેરુ નેશનલ પાર્કમાં આવેલું છે.

શું ખાસ છે અહીં બિરાજિત ગણેશજીની મૂર્તિમાં

જાવાનીઝ બાષામાં બ્રોમોનો અર્થ થાય છે બ્રહ્મા, પણ આ જ્વાળામુખીમાં ગણેશજીનું ખાસ સ્થાન છે. સ્થાનિક લોકોની માન્યતા છે કે જે મૂર્તિ જ્વાળામુખીના મુખ આગળ છે તે લોકોની રક્ષા કરે છે. ઇન્ડોનેશિયામાં હિન્દુઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને અહીં પણ મંદિરોની ઉણપ નથી. ગણેશ મંદિરથી લઈને શિવ મંદિર સુધી ઘણાં ભગવાન અહીં મળશે.

જાવા પ્રાન્તમાં ટેન્ગ્રેસે લોકો રહે છે. તે માને છે કે આ પૂર્વજોએ મૂર્તિ સ્થાપિત કરી હતી. અહીં ગણેશ પૂજા ક્યારેય અટકતી નથી. અહિં વિસ્ફોટ પણ કેમ ન થયો હોય, હકીકતે આ એક પરંપરા હોય છે. 'યાદ્નયા કાસડા' નામની આ પરંપરાને વર્ષમાં ખાસ દિવસે ઉજવવામાં આવે છે. આ 15 દિવસ સુધી ચાલતો તહેવાર છે જે સ્થાપના સમયથી જ ચાલતો આવે છે.

આ પણ વાંચો : આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

ઉપર દર્શાવેલ ગણેશજીની મૂર્તિ પર પૂજાની સાથે ફળ, ફૂલ વગેરે અને પ્રસાદ તરીકે બકરીઓની બલિ પણ ચડાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ નહીં કરવામાં આવે તો જ્વાળામુખીનો પ્રકોપ અહીંના લોકોને ભસ્મ કરી દેશે.

indonesia