પાકિસ્તાનની ધરતી પર જ આતંકવાદનાં બીજ રોપાયાં : ઇમરાન ખાનનું કબૂલાતનામું

14 September, 2019 10:34 AM IST  |  ઇસ્લામાબાદ

પાકિસ્તાનની ધરતી પર જ આતંકવાદનાં બીજ રોપાયાં : ઇમરાન ખાનનું કબૂલાતનામું

ઇમરાન ખાન

ઇસ્લામાબાદ : (જી.એન.એસ.) પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ‘અમારા દેશે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમેરિકાને સાથ આપવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. અમેરિકાએ અંતમાં અફઘાનિસ્તાનમાં પોતાની નિષ્ફળતાના દોષનો ટોપલો પાકિસ્તાનના માથે ઢોળી દીધો એ યોગ્ય નથી.’

એક ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને આતંકવાદ વિરુદ્ધ અમેરિકાની લડાઈમાં પાકિસ્તાનને થયેલા જાનમાલના નુકસાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘અફઘાનિસ્તાનમાં અમેરિકા પોતાની નિષ્ફળતા માટે ઇસ્લામાબાદને દોષ આપે છે. જ્યારે પાકિસ્તાને ૯/૧૧ હુમલા બાદ અમેરિકાને સાથ આપ્યો તો એણે ખૂબ નુકસાન ઉઠાવવું પડ્યું. જો અમે ૯/૧૧ બાદ અમેરિકાના યુદ્ધમાં ભાગ ન લીધો હોત તો આજે અમે દુનિયાનો સૌથી ખતરનાક દેશ ન બન્યા હોત.’

આ પણ વાંચો : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

અફઘાનિસ્તાનમાં અમેરિકન હુમલા સંદર્ભે ઇમરાન ખાને કહ્યું કે ‘૮૦ના દાયકામાં જ્યારે સોવિયેટ દેશે અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો ત્યારે એની વિરુદ્ધ અફઘાન મુજાહિદ્દીનને પાકિસ્તાને ટ્રેઇનિંગ આપી જેનું ફન્ડિંગ અમેરિકાની તપાસ-એજન્સી સીઆઇએ કરી રહી હતી. એક દાયકા બાદ જ્યારે અમેરિકન અફઘાનિસ્તાનમાં આવ્યા તો પાકિસ્તાનનાં એ જ ગ્રુપોને કહેવામાં આવ્યું કે હવે અમેરિકા ત્યાં આવી ગયું છે એથી હવે આ જેહાદ નથી, પરંતુ આતંકવાદ છે. આ ખૂબ મોટો વિરોધાભાસ હતો. મને લાગે છે કે પાકિસ્તાને ઉદાસીન રૂખ અપનાવવી જોઈતી હતી. અફઘાન યુદ્ધમાં સામેલ થવાને લીધે જ આ ગ્રુપ અમારી વિરુદ્ધ થઈ ગયું. અમારા દેશના ૭૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવવા પડ્યા અને અર્થતંત્રને ૧૦૦ અબજ ડૉલરનું નુકસાન થયું. અંતમાં અફઘાનિસ્તાનમાં સફળ ન થવા પર અમેરિકનોને નહીં, પરંતુ અમને જ જવાબદાર ગણાવવામાં આવ્યા. મને લાગે છે કે આ પાકિસ્તાન સાથે અન્યાય છે.

imran khan pakistan terror attack islamabad