સેનેગલ કોર્ટમાં રવિ પૂજારીનો દાવો, હું તો ઍન્થની ફર્નાન્ડિસ છું

11 February, 2019 07:58 AM IST  |  સેનેગલ

સેનેગલ કોર્ટમાં રવિ પૂજારીનો દાવો, હું તો ઍન્થની ફર્નાન્ડિસ છું

રવિ પૂજારી

સેનેગલમાં પકડી પાડવામાં આવેલા ગૅન્ગસ્ટર રવિ પૂજારીએ ધરપકડ બાદ કોર્ટમાં એવો દાવો કર્યો છે કે તે ઍન્થની ફર્નાન્ડિસ છે અને તેનું નાગરિકત્વ બુર્કીના ફાસોનું છે. ભારતને પ્રત્યાર્પણ ન કરી દેવામાં આવે એ માટે તેણે આવું કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વિદેશ મંત્રાયલનાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ સેનેગલમાં ઇન્ડિયન એમ્બેસીએ રવિ પૂજારીને ભારત ફરી લાવવાની ગતિવિધિઓ હાથ ધરી છે. એમ્બેસીએ સેનેગલ સરકારને પૂજારીની ગૅન્ગનાં કામકાજ સાથે ૧૩ રેડ કૉર્નર નોટિસ જેવી ડિટેલ્સ અને ફેક પાસપોર્ટ પણ સોંપ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય એમ્બેસીએ પૂજારીની ઓળખ સાબિત કરવા અને વધુ નક્કર સબૂત સોંપવા સેનેગલ પોલીસ પાસે સમય માગ્યો છે.

મુંબઈ અને કર્ણાટક પોલીસે પૂજારીના પરિવારજનોનાં DNA સૅમ્પલ લેવાની શરૂઆત કરી છે. સેનેગલ પોલીસને DNA રિપોર્ટની કૉપી સૌથી પહેલાં સોંપાશે. પૂજારીની બન્ને બહેનો જયલક્ષ્મી અને સાલિન તથા પત્ની નૈનાનાં DNA સૅમ્પલ લેવામાં આવશે.

બીજી બાજુ ડૉન રવિ પૂજારીની ધરપકડને લઈને બૉલીવુડ અને બિઝનેસમેન લૉબીમાં શાંતિના શ્વાસ લેવાઈ રહ્યા છે. પૂજારી આ લોકોમાં ખરાબ સ્થિતિ ઊભી કરીને તેમને હેરાન કરતો હતો. ભારતમાં રવિ પૂજારી સાથે સંકળાયેલા ઘણા લોકોએ પોતાના ફોન બંધ કરી લીધા હોવાનું પણ બહાર આવ્યું હતું.

ravi pujari