ધરતીને આગામી સમયમાં આગના ગોળામાં ફેરવી શકે છે ગ્લોબલ વૉર્મિંગ

01 December, 2019 06:38 PM IST  |  Mumbai Desk

ધરતીને આગામી સમયમાં આગના ગોળામાં ફેરવી શકે છે ગ્લોબલ વૉર્મિંગ

ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણમાં થતાં પરિવર્તનોથી માનવતાના ભવિષ્યને જોખમ થઈ શકે છે. એક અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતાં કહ્યું કે એક દાયકા પહેલા ઓળખાયેલા જલવાયુ ટિપિંગ બિંદુઓમાંથી મોટા ભાગના હજી પણ સક્રિય છે. જલવાયુ પ્રણાલીમાં ટિપિંગ બિંદુ એક સીમા છે, જે જ્યારે પાર થઈ જાય છે તો સિસ્ટમમાં મોટા પરિવર્તનોની આશંકા વધી જાય છે.

નેચર નામની જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં સંશોધકોએ જણાવ્યું કે જલવાયુ પરિવર્તનના કારણે અમેઝનના વર્ષાવનોને નુકસાન પહોંચ્યું છે અને એન્ટાર્ટિકા અને ગ્રીનલેન્ડની બરફની ચાદરો પણ જોખમમાં છે. જૂના અધ્યયનોની તુલનામાં વર્તમાનમાં આ ક્ષેત્ર અભૂતપૂર્વ પરિવર્તનથી પસાર થઈ રહ્યા છે.

સંશોધકોએ કહ્યું, "સક્રિય ટિપિંગ બિંદુઓમાં આર્કટિકની સમુદ્રી બરફ, ગરમ પાનીના કોરલ, બોરિયલ વન અને અટલાન્ટિક મેરિડેશનલ ઓવરવર્ટિંગ સર્ક્યુલેશન એટલે કે સમુદ્રના પાણીની સતહ અને ઊંડા પ્રવાહો સામેલ છે, જેમાં સમયની સાથે-સાથે જબરજસ્ત પરિવર્તન જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે વાયુમંડળમાં ગ્રીન હાઉસ ગેસોને ઉત્સર્જન વધવાની અસર ગ્લેશિયરો અને વર્ષાવનોમાં સ્પષ્ટ જોવા મળે છે."

છેલ્લા દિવસોમાં અમેઝનના વર્ષાવનોમાં લાગેલી ભયાવહ આગ અને સતત ઓગળતા ગ્લેશિયર આ વાતની સાબિતી છે કે ગ્લોબલ વૉર્મિંગની અસર દરરોજ વધતી જાય છે. વૈજ્ઞાનિકો પ્રમાણે, સમયે સમયે થતી કુદરતી સમસ્યાઓ આનો અનુભવ કરાવે છે કે મનુષ્ય દ્વારા પૃથ્વીનું દોહન કઈ રીતે વધી રહ્યું છે. આ રીતે ઘટનાઓ વર્ષે દર વર્ષે ભયાવહ રૂપ લઈ રહી છે.

જર્મનીના પોસ્ટડેમ ઇન્સ્ટીટ્યૂટ ફૉર ક્લાઇમેટ ઇમ્પેક્ટ રિસર્ચના નિર્દેશક જોગાન રૉકસ્ટ્રૉમે કહ્યું, "આ ઘટનાઓ પૃથ્વી પર માનવ દબાણને કારણે ઘટી રહી છે, જે સમય સાથે વધતી જાય છે." એક નિવેદનમાં રૉકસ્ટ્રૉમે કહ્યું કે અમે આ પણ સ્વીકાર કરવું જોઇએ કે આપણે ગ્લોબલ વૉર્મિંગને કારણે આવતી આપદાઓની ભયાવહતાનું યોગ્ય આકલન નથી કરી શક્યા. જો અમે સમયસર યોગ્ય અનુમાન લગાડી શકીએ તો કદાચ સ્થિતિ આટલી ખરાબ ન હોત. તેમણે કહ્યું કે હજી પણ આ બધું પૂરું થયું નથી. જો આજે પણ આપણે પોતાના ગ્રહને બચાવવા માટે પ્રતિબદ્ધ થઈ જઈએ અને આ દિશામાં યોગ્ય રીતે કામ કરવા લાગીએ તો પરિસ્થિતિઓ ઘણી હદ સુધી બદલાઇ શકે છે.

આ પણ વાંચો : સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

રૉકસ્ટ્રૉમે કહ્યું, "ટિપિંગ પોઇન્ટને બચાવવા માટે વૈજ્ઞાનિકોને જોઇએ કે તે તત્કાલ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા માટે ઉપયોગી સલાહ આપે જેથી પૃથ્વીને ગરમ ગ્રહ બનવાથી અટકાવી શકાય." તેમણે કહ્યું કે જો આ દિશામાં ઉચિચ પગલાં લેવામાં ન આવ્યા તો તે દિવસ દૂર નથી, જ્યારે આખી પૃથ્વી આગના ગોળા સમાન થઈ જશે.