ઑસ્ટ્રેલિયા મીડિયાએ અખબારમાં છપાયેલા ન્યૂઝ કાળી શાહીથી છુપાવ્યા

22 October, 2019 10:04 AM IST  |  મેલબોર્ન

ઑસ્ટ્રેલિયા મીડિયાએ અખબારમાં છપાયેલા ન્યૂઝ કાળી શાહીથી છુપાવ્યા

કાળી શાહીથી છપાયેલા સમાચારના પાનાં

ઑસ્ટ્રેલિયાના મોટા મીડિયા ગ્રુપે સોમવારે અખબારોના પ્રથમ પાના પર છપાયેલ સમાચારોને કાળા રંગની શાહીથી છુપાવી દીધા હતા. એવું કહેવામાં આવ્યું છે કે સરકાર તરફથી મીડિયાની સ્વતંત્રતામાં હસ્તક્ષેપના વિરોધમાં આ પગલું ભરવામાં આવ્યું છે. ધ ઑસ્ટ્રેલિયન, ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ અને ઑસ્ટ્રેલિયન ફાઇનેન્શિયલ રિવ્યુ સહિત અનેક મોટાં અખબારો આ અભિયાનનો હિસ્સો બન્યા હતા. આ અખબારોમાં અક્ષરો એવી રીતે કાળા કરી છુપાવી દેવામાં આવ્યા હતા કે જાણે ગુપ્ત દસ્તાવેજોમાં તે જોવા મળતા હોય છે.

અખબારોની સાથે ઑસ્ટ્રેલિયા ટીવી ચૅનલો પણ આ અભિયાનનો ભાગ બન્યા છે. તેમાં ચાલી રહેલી જાહેરાતોમાં દર્શકોને પૂછવામાં આવી રહ્યું છે કે જ્યારે સરકાર તમારાથી સાચી વાત છુપાવી રહી છે તો આખરે આ સાચી વાત શું છે?

આ પણ વાંચો : દુનિયાનું સૌથી જૂનું 8000 વર્ષ પહેલાંનું મોતી અબુધાબીમાં મળ્યું

તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયાની એક કોર્ટે મીડિયાને યૌનશોષણની દોષી કાર્ડિનલ (પાદરી) જ્યૉર્જ પેલ અંગેના અહેવાલ છાપતા અટકાવવામાં આવી હતી. તેને લીધે ઑસ્ટ્રેલિયા મીડિયાએ જ્યૉર્જ પેલનું નામ છાપ્યા વગર જ તેને દોષિત ગણવામાં આવ્યો હોવાની માહિતી ચલાવવામાં આવી. જ્યારે ઑસ્ટ્રેલિયાના કાયદાની મર્યાદાથી બહાર વિદેશી મીડિયાએ કાર્ડિનલનું સંપૂર્ણ નામ છાપ્યું હતું.

australia melbourne