પાકે. પુલાવામા હુમલો કર્યો, ભારતે આતંકીઓ પર કાર્યવાહી કરી: ચીનમાં સુષ્મ

27 February, 2019 12:33 PM IST  | 

પાકે. પુલાવામા હુમલો કર્યો, ભારતે આતંકીઓ પર કાર્યવાહી કરી: ચીનમાં સુષ્મ

સુષ્મા સ્વરાજ (ફાઇલ ફોટો)

ચીનના વુઝેનમાં રશિયા, ભારત અને ચીનના વિદેશમંત્રીઓની 16મી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં સુષ્મા સ્વરાજે પુલવામા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. સુષ્માએ પાકિસ્તાનની સરહદમાં ભારતના હુમલાને લઇને કહ્યું કે, આ કોઇ મિલિટ્રી ઓપરેશન નહોતું. તેમાં પાકિસ્તાનના કોઇ પણ સૈન્ય પ્રતિષ્ઠાનને નિશાન નથી બનાવામાં આવ્યું. માત્ર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાંઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. ભારત કોઇપણ પ્રકારે તણાવ વધારવા નથી ઇચ્છતું. અમે જવાબદારી અને સંયમથી કામ કરતા રહીશું. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ મંગળવારે સવારે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને જૈશના અનેક ઠેકાણાંઓને નષ્ટ કરી દીધા હતા જેમાં 350 આતંકીઓ માર્યા ગયા હતા.

આ ઉપરાંત વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ચીનના વિદેશમંત્રી વાંગ યીની સાથે થયેલી મુલાકાતમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકી હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ચીનના વિદેશમંત્રીએ કહ્યું કે, અમે આતંકવાદનો સખત વિરોધ કરીએ છીએ. પરંતુ ચીનને એ બાબતનો પણ વિશ્વાસ છે કે, પાકિસ્તાન પણ હંમેશાથી આતંકવાદનો વિરોધ કરતું આવ્યું છે. ચીને સુષ્મા સ્વરાજના આતંકી ઠેકાણાંઓને ટાર્ગેટ કર્યા તેવા નિવેદનને બિરદાવ્યું હતું અને કહ્યું કે, તેઓ પાકિસ્તાન સાથે આ અંગે ચર્ચા-વિચારણા કરશે જેથી સ્થિતિ વધુ ખરાબ ના બને. વાંગ યીએ કહ્યું કે, ચીન ભારત અને પાકિસ્તાન બંને દેશોનું મિત્ર છે અને અમે આશા રાખીએ છીએ કે, ઇન્વેસ્ટિગેશનની મદદ લઇ બંને દેશોની સ્થિતિને કંટ્રોલમાં લાવવાના પ્રયત્નો થાય અને શાંતિ જળવાઇ રહે.

આ પણ વાંચો: J&K: બડગામમાં વાયુસેનાનું Mi-17 વિમાન ક્રેશ, 2 પાયલટ શહીદ

ઉલ્લેખનીય છે કે ચીન પછી સુષ્મા સ્વરાજ યુનાઇટેડ આરબ અમિરાતમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન (OIC)માં ભાગ લેવા જશે. જેના પગલે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ આ સમિટમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે. કુરૈશીએ કહ્યું કે, અમે આ મુદ્દે યુએઇના અધિકારીઓ સાથે વાતચીત પણ કરી છે. અમે સુષ્મા સ્વરાજની હાજરીનો વાંધો ઉઠાવ્યો છે. અમે આ સમિટના અધિકારીઓને કહ્યું કે, ભારતે ઘાતક હુમલો કર્યો છે.

sushma swaraj china