આઇએસ ચીફની ધમકી : શ્રીલંકા પછી હવે ભારત અને બાંગ્લાદેશનો નંબર

02 May, 2019 10:50 AM IST  |  નવી દિલ્હી | (જી.એન.એસ.)

આઇએસ ચીફની ધમકી : શ્રીલંકા પછી હવે ભારત અને બાંગ્લાદેશનો નંબર

પ્રતીકાત્મક તસવીર

બાંગ્લાદેશ અને ભારતના પશ્ચિમ બંગાળ વિસ્તારના કથિત ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) ચીફ અબુ મોહમ્મદ અલ-બંગાલીએ બંને દેશો માટે ધમકી આપી છે. અલ-બંગાલીએ ધમકીમાં કહ્યું કે ‘શ્રીલંકા બાદ હવે ભારત અને બાંગ્લાદેશનો નંબર છે. આઇએસએ બંગાળી, અંગ્રેજી અને હિન્દીમાં પોસ્ટર જાહેર કરી લખ્યું છે - જો તમે એવું વિચારો છો કે, બંગાળ અને હિંદમાં તમે ખલીફાના સિપાહીઓના અવાજ બંધ કરી શકો છો, તો સાંભળો, અમે ક્યારેય ખામોશ નહીં થઇએ. અમારા બદલાની તરસ ક્યારેય શાંત નહીં થાય.’

આઇએસએ સોમવારે સવારે ૭.૩૦ વાગ્યે બાંગ્લાદેશના ગુલિસ્તાન થિયેટર નજીક બ્લાસ્ટ કર્યો હતો. જેમાં કોઇ જાનહાનિ નથી થઇ, પરંતુ કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બીજા દિવસે જ આઇએસ સાથે જોડાયેલા આતંકી સંગઠન અબુ મોહમ્મદ અલ-બંગાલીએ આ પોસ્ટર જાહેર કરી આઇએસએ ઢાકા હુમલાને લઇને મંગળવારે સવારે પોતાના મુખપત્ર અમાકમાં આ નિવેદન આપ્યું. સાથે જ તેનો બંગાળી અનુવાદ પણ પોસ્ટ કર્યો. આ સિવાય બગદાદીના ભાષણની ટ્રાન્સ્ક્રિપ્ટ પણ આપી છે.

આ પણ વાંચો : ભારતને મળી મોટી સફળતા, આતંકી મસુદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર

ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી આ તમામ ઘટનાક્રમ પર સતત નજર રાખી રહી છે. એજન્સીનું કહેવું છે કે, બાંગ્લાદેશમાં થયેલો નાનો બ્લાસ્ટ ગેરમાર્ગે દોરવા હોઇ શકે છે. શક્ય છે કે, આ બ્લાસ્ટના ઓથારમાં બાંગ્લાદેશ અથવા પશ્ચિમ બંગાળમાં મોટા હુમલાની યોજના બનાવવામાં આવી રહી હોય.

india bangladesh sri lanka terror attack