Australian Bushfire Donation: અમેરિકન મૉડલે Instagram પર આપી આવી ઑફર

10 January, 2020 05:39 PM IST  |  Mumbai Desk

Australian Bushfire Donation: અમેરિકન મૉડલે Instagram પર આપી આવી ઑફર

ઑસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ (Australian Bushfire) અત્યાર સુધી કરોડો પ્રાણીઓ મરી ગયા છે. અને દિવસે ને દિવસે આ આગ વધતી જાય છે. સરકારના રાહત કાર્ય પણ અત્યાર સુધી જંગલની આગ પર કાબૂ મેળવી શક્યા નથી. આ ભયાવહ આગના પીડિત લોકોની મદદ માટે ઘણાં હાથ આગળ આવ્યા હતા. આ કડીમાં અમેરિકા (US)ની એક મૉડલે આર્થિક મદદ મેળવવા માટે અજીબોગરીબ રસ્તો અપનાવ્યો છે. તેણે લોકોને ઑફર આપી કે જે પણ લોકો 10 ડૉલર કે તેનાથી વધારે ડોનેશન કરશે તેને તે વગર કપડાંની તેની ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી મોકલશે. મૉડલના ઑફક પછી 1 લાખ ડૉલરની રકમ એકઠી કરી છે. જો કે, તેના આ અજીબોગરીબ ઑફર પછી ઇન્સ્ટાગ્રામ પર તેનું અકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ ગયું છે.

20 વર્ષની મૉડેલ કેલેન વૉર્ડ (Kaylen Ward)એ તાજેતરમાં જ Twitter પર જાહેરાત કરી હતી કે એક સંસ્થા જે ઑસ્ટ્રેલિયાની આગના પીડિતોની મદદ કરી રહી છે તે તેની મદદ કરી રહી છે અને કરવા માગે છે.

1 દિવસમાં 20 હજાર લોકોએ કર્યું ડોનેશન
અમેરિકન મૉડલ કેલેનના આર્થિક મદદ માગવાની આ રીતે અસર બતાવ્યું અને એક દિવસની અંદર તેના ઇનબૉક્સમાં 20 હજાર મેસેજ આવી ગયા છે જેમાં તેમણે ડોનેશનની રિસિપ્ટ શૅર કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેલેનનું કહેવું છે કે આ રીતે લોકો મદદની રકમ ભેગી કરી રહ્યા હતાં. એવામાં તેણે પણ આવો રસ્તો અપનાવ્યો.

આ પણ વાંચો : Happy Birthday Kalki Koechlin : જાણો અભિનેત્રીની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

અમેરિકન મૉડલના Instagram પર 50 હજારથી વધારે ફૉલોવર્સ છે. જો કે, તેના દ્વારા આર્થિક મદદ માટે આ રીત અપનાવ્યા બાદ Instagram એ કેલેનનું અકાઉન્ટ deactive કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે તેણે નક્કી કરાયેલી ગાઇડલાઇન તોડી દીધી છે.

social networking site