અંતરિક્ષમાં નોંધાયો પહેલો ગુનો, નાસાએ શરૂ કરી તપાસ

25 August, 2019 10:48 AM IST  |  અમદાવાદ

અંતરિક્ષમાં નોંધાયો પહેલો ગુનો, નાસાએ શરૂ કરી તપાસ

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ પૃથ્વીથી બહાર અવકાશમાં પહેલો ગુનો નોંધાયો હોવાનો દાવો કર્યો છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સે આ વાતનો ખુલાસો કર્યો છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમામે નાસાના અવકાશ યાત્રી એની મૈકક્લેન પર પોતાના પૂર્વ પતિનું બેન્ક અકાઉન્ટ હૅક કરવાનો આરોપ લગાવાયો છે. એની મેકક્લેન પર આરોપ છે કે તેમણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેસન પર છઠ્ઠા મહિનાના મિશન દરમિયાન પોતાના પૂર્વ પતિના ખાનગી રેકોર્ડ શોધીને તેમનું બેન્ક અકાઉન્ટ હૅક કર્યું છે.

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના કહેવા પ્રમાણે અવકાશ યાત્રીના પૂર્વ પતિ સમર વર્ડેને આ વર્ષની શરૂઆતમાં ફેડરલ ટ્રેડ કમિશન સાથે મળીને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ મેકલેને ચોરીછુપીથી તેમના બેન્ક અકાઉન્ટને એક્સેસ કર્યું હતું. તો વર્ડેનના પરિવારે નાસાની હેડ ઓફિસમાં પણ એક ફરિયાદ નોંધાવી હતી.

સાબિત થાય તો અંતરિક્ષમાં થયેલો પહેલો ગુનો બનશે

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના કહેવા પ્રમાણે મેક્લેનના વકીલે કહ્યું કે અવકાશયાત્રીએ કશું ખોટું નથી કર્યું. અને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર હાજર હોવા દરમિયાન બેન્કના રેકોર્ડને એક્સેસ કર્યા છે. અખબાર પ્રમાણે નાસાના તપાસ અધિકારીઓએ બંને પક્ષ સાથે આ મામલે સંપર્ક સાધ્યો છે.

આ પણ વાંચોઃ Arun Jaitley : નરેન્દ્ર મોદીના 'કિંમતી હીરા' અને ચાણક્ય

વર્ડેને કહ્યું કે FTC આ ગુનાના રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ નાસાની હેડ ઓફિસની સાથે ગુનાખોરીના સંશોધક આ મામલે તપાસ કરી રહ્યા છે. આ જ વર્ષે જૂન મહિનામાં પૃથ્વી પર પાછા ફરનાર અંતરિક્ષ યાત્રી મેકક્લેન એ બે મહિલાઓમાંના એક છે, જેમને ઐતિહાસિક મહિલા સ્પેસ વૉક માટે પસંદ કરાયા હતા. જો કે નાસાએ માર્ચમાં આ મિશન કેટલાક કારણોસર રદ કરવાનો નિર્ણ કર્યો હતો.

nasa united states of america Crime News