સર્જિકલ સ્ટ્રાઇક 2: પાકિસ્તાને કર્યો ભારતીય ફિલ્મોનો બોયકોટ

26 February, 2019 08:05 PM IST  | 

સર્જિકલ સ્ટ્રાઇક 2: પાકિસ્તાને કર્યો ભારતીય ફિલ્મોનો બોયકોટ

મંત્રી ફવાદ ખાન (તસવીર સૌજન્ય: ટ્વિટર)

પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલો થયાના 12 દિવસ પછી આજે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદની આતંકી છાવણી પર બોમ્બ ફેંકીને તેના નષ્ટ કરી નાખી. ભારતની આ કાર્યવાહીના પ્રત્યાઘાતો પાકિસ્તાનમાં પડ્યા છે. પાકિસ્તાનના સિનેમા એક્ઝિબિટર્સ એસોસિયેશને ભારતીય કન્ટેન્ટ અને ભારતીય ફિલ્મોનો બોયકોટ કર્યો છે.

આ પણ વાંચો: પાક. સંસદમાં સર્જિકલ સ્ટ્રાઇક 2ની ગૂંજ, ગૃહમાં લાગ્યા PM મુર્દાબાદના નારા

પાકિસ્તાનના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર ફવાદ હુસેને ટ્વિટ કરીને કહ્યું છે કે એકપણ ભારતીય ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં નહીં આવે. આ સાથે જ તેમણે PEMRAને સૂચના આપી છે કે 'મેઇડ ઇન ઇન્ડિયા એડવર્ટાઇઝમેન્ટ્સ' ની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવી. આ સાથે તેમણે #PakistanTayarHai (પાકિસ્તાન તૈયાર હૈ)ની હેશટેગ પણ આપી છે.

pakistan