9/11ના એ ગુમનામ હિરો જેમણે વ્હાઈટ હાઉસ પર હુમલો થતા બચાવ્યો

11 September, 2019 03:08 PM IST  | 

9/11ના એ ગુમનામ હિરો જેમણે વ્હાઈટ હાઉસ પર હુમલો થતા બચાવ્યો

ફાઈલ ફોટો

અમેરિકામાં જો કોઇ દર્દનાક ઘટના કે જેને લોકો ક્યારેય નહીં ભુલી શકે તે 9/11 ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલ આતંકી હુલમો. આ આતંકી ઘટનાને આજે 18 વર્ષ વિતી ગયા. વર્ષ 2001માં આજ દિવસે એટલે કે 11 સપ્ટેમ્બરના અમેરિકામાં આતંકી હુમલો થયો. હુમલાને આટલો સમય થયો હોવા છતા જાણે આ ગઈ કાલની જ ઘટના હોય તેવુ લાગે છે. આતંકીઓ યાત્રી વિમાનોને હથિયાર બનાવીને ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગન પર હુમલો કર્યો જેમાં 3000 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. 2 વિમાને વર્લ્ડ ટ્રેડ સેન્ટરે ટ્વિન ટાવરને ટાર્ગેટ બનાવ્યો જ્યારે એક વિમાને અમેરિકાના રક્ષા મંત્રાલયની બિલ્ડીંગને ટાર્ગેટ બનાવ્યો. આ દિવસે વધુ 1 વિમાન હાઈજેક કરવામાં આવ્યું અને આ વિમાનનો ટાર્ગેટ અમેરિકાનું વ્હાઈટ હાઉસ હતું પરંતુ 44 લોકોના સાહસના કારણે આ હુમલો ટળ્યો. આ 44 લોકોએ પોતાનો જીવ ગુમાવીને વ્હાઈટ હાઉસને બચાવ્યું હતું.

એ દિવસ મંગળવાર હતો જ્યારે લોકો પોત-પોતાની ઓફિસ પહોંચ્યા હતા. અલકાયદાના 19 આતંકીઓએ અમેરિકા જ નહી દુનિયાને આચકો આપવાની તૈયારી કરી ચૂક્યા હતાં. અલકાયદાના એ આતંકીઓ અલગ અલગ 4 વિમાનમાં વિભાજીત થઈ ગયા. બે વિમાન ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર તરફ વધ્યા આ વિમાનમાં 20 હજાર ગેલન જેટ ફ્યૂલ ભરેલું હતું. ત્રીજુ વિમાન વોશિંગટન ડીસી બહાર પેન્ટાગન તરફ આગળ વધ્યું જ્યારે ચોથુ વિમાન ટેકઓફની રાહ જોઈ રહ્યું હતું.

આ પણ વાંચો: રેસ જીતવા માટે ઘોડાએ જૉકી પર કર્યો હુમલો, જુઓ વીડિયો

3 વિમાન પોતાના ટાર્ગેટને નિશાન બનાવી ચૂક્યા હતા અને આ સમાચાર ધીરે ધીરે દુનિયાભરમાં ફેલાઈ ગઈ સાથે સાથે ચોથા વિમાનમાં બેસેલા યાત્રીઓને પણ. વિમાનમાં સવાર યાત્રીઓને ખ્યાલ આવી ગયો હતો કે તેમનો જીવ કદાચ જ બચવાનો છે ત્યારે તમામ યાત્રીઓએ સાહસ દર્શાવ્યું અને વિમાનમાં સવાર ચારે આતંકવાદીઓ સાથે બાથ ભિડી લીધી. યાત્રીઓએ કોકપિટમાં ઘૂસેલા આતંકીઓ પર હુમલો કર્યો અને સાહસ દર્શાવ્યું. વિમાન હવામાં જ ઉંધુ થયું ત્યારે વિમાનની સ્પીડ 500 મીલ પ્રતિ કલાકની સ્પીડથી જમીનથી ટકરાઈ ગયુ. વિમાન સવારે 10:10 વાગ્યે પશ્ચિમી પેંસિલવેનિયાના શાંક્સવિલેના ખેતરમાં ધરાશાયી થઈ ગયું. વિમાનમાં રહેલા તમામ યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો પરંતુ જો એ દિવસે તેમણે આ સાહસના દર્શાવ્યું હોત તો વ્હાઈટ હાઉસ પણ હુમલાનો શિકાર બન્યું હોત.

gujarati mid-day world news