રેસ જીતવા માટે ઘોડાએ જૉકી પર કર્યો હુમલો, જુઓ વીડિયો

Published: Sep 11, 2019, 14:32 IST | મુંબઈ

ફ્રાંસમાં યોજાયેલી ઘોડાની રેસમાં આ ઘટના બની. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પેરિસની પાસે મેસન લફિટે રેસકોર્સમાં એક ઘોડાએ પોતાના હરીફ જૉકીને બચકુ ભરી લીધું.

ઘોડાની રેસ એટલે કે ડર્બી તમે બોલીવુડની ફિલ્મોમાં જોઈ હશે. ડર્બી રિયલમાં જોવાની પણ મજા છે. ડર્બીમાં તમારો ગમતો ઘોડો જીતે તો તો મજા જ પડી જાય. આપણે ગમતા ઘોડાને જીતાડવા જેટલું ચિયર કરતા હોઈએ છીએ, તેનાથી અનેકગણી મહેનત ઘોડાના જૉકી અને ઘોડા પોતે પણ કરતા હોય છે. તાજેતરમાં જ ફ્રાંસની રેસમાં ડર્બીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ઘોડા પર રેસ જીતવાનું એટલું ઝનૂન ચડ્યું કે તેણે હરીફ જૉકી પર હુમલો કરી દીધો.

ફ્રાંસમાં યોજાયેલી ઘોડાની રેસમાં આ ઘટના બની. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પેરિસની પાસે મેસન લફિટે રેસકોર્સમાં એક ઘોડાએ પોતાના હરીફ જૉકીને બચકુ ભરી લીધું. આ પ્રકારની ઘટના ડર્બીમાં પહેલીવાર નોંધાઈ છે. એટલે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

આ ઘોડાનું નામ પાલોમ્બા હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં તમે જોઈ શક્શો કે તે હરીફ જૉકીની નજીક જાય છે અને તેને બચકું ભરવાની કોશિશ કરે છે. ફિનિશ લાઈન પહેલા બે ઘોડા ગળાકાપ હરિફાઈ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ એક ઘોડો આગળ નીકળે ત્યારે બીજો ઘોડો તેના જૉકીને કરડવાની કોશિશ કરે છે.

આ પણ વાંચોઃ 90000 રૂપિયાના ટ્રાફિક મેમોને પડકારવા ભાઈએ 27 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા

જે જૉકીના ઘોડાને કરડવાનો પ્રયત્ન થાય છે, તેનું નામ ફ્રેંકોઈસ-જેવિયર બટ્રાસ છે. સારી વાત એ છે કે આ ઘટનામાં બર્ટ્રાસને કોઈ ઈજા નથી પહોંચી. તેમણે સૌથી પહેલા રેસ પૂરી કરી અને પછી જોયું તો ઘોડાએ તેમને ક્યાં બચકું ભર્યું છે કે નહીં?

આ વિચિત્ર ઘટના બાત બર્ટ્રાસે કહ્યું,'રેસ પૂરી થયા બાદ મેં ફરી વીડિયો જોયો, તો મને દેખાયું કે ઘોડાએ મારા પર ત્રણ વાર હુમલો કર્યો, પરંતુ તે સફળ ન થયો.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK