બંગલા દેશમાં સાત દિવસ લૉકડાઉન

04 April, 2021 12:46 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

શુક્રવારે બંગલા દેશમાં કોરોના ઇન્ફેક્શનના ૬૮૩૦ નવા કેસ

પ્રતીકાત્મક તસવીર

બંગલા દેશમાં કોરોના ઇન્ફેક્શનના દરદીઓ અને રોગચાળાનો મરણાંક વધતાં સરકાર તરફથી સોમવારથી સાત દિવસ લૉકડાઉનની જાહેરાત માર્ગ વાહનવ્યવહાર ખાતાના પ્રધાન અને સત્તાધારી પક્ષ અવામી લીગના સચિવ ઓબૈદુલ કાદરે કરી હતી.

શુક્રવારે બંગલા દેશમાં કોરોના ઇન્ફેક્શનના ૬૮૩૦ નવા કેસ નોંધાતાં અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા ૬,૨૪,૫૯૪ ઉપર પહોંચી હતી. એ ઇન્ફેક્શનને કારણે ૫૦ વધુ મૃત્યુ થતાં  રોગચાળાનો મરણાંક ૯૧૫૫ ઉપર પહોંચ્યો હતો.

લૉકડાઉનનાં નિયંત્રણોમાંથી આવશ્યક અને ઇમર્જન્સી સેવાઓને બાકાત રાખવામાં આવી છે. કારખાનાં પણ ચાલુ રાખવામાં આવશે અને કર્મચારીઓેએ ‘કોરોના પ્રોટોકોલ’ અનુસાર આરોગ્ય અને સ્વચ્છતાના નિયમો પાળવાના રહેશે.

coronavirus covid19 international news bangladesh