09 September, 2023 03:58 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઇંગ્લેન્ડમાં એક યોગ શીખવતા શિક્ષકે ક્યારેય વિચાર્યું નહીં હોય કે મેડિટેશન અને રિલેક્સેશન પરના તેમના વર્ગને કોઈક દિવસ કોઈ વ્યક્તિ સામૂહિક હત્યા (Mass Murder in UK) માની બેસશે. જો કે, ચેપલ સેંટ લિયોનાર્ડ્સના ઇંગ્લિશ વિલેજમાં સ્થિત સ્ટુડિયોમાં જ્યાં યોગ ક્લાસ ચાલતો હતો. ત્યાં બધા યોગ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિને એમ જણાયું કે અહીંયા તો સામૂહિક હત્યા (Mass Murder in UK) થઈ છે. હત્યા થઈ હોવાનું જણાતા જ એક વ્યક્તિએ પોલીસને ફોન કર્યો હતો. આ સમાચાર મળતા જ પોલીસ અધિકારીઓ યોગ વર્ગના સ્થળે દોડી આવ્યા હતા.
મિલી લો જેઓ યુનિટી યોગ ચલાવે છે. તેઓએ જણાવ્યું હતું કે કેટલાક સ્થાનિક ડોગ વોકર્સે યોગ વર્ગની પાસેથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે ક્લાસમાં બધા નિંદ્રા અવસ્થામાં ઊંડું ધ્યાન ધરી રહ્યા હતા ત્યારે તે ડોગ વોંકર્સને એમ લાગ્યું કે અહીં બધા હત્યાને (Mass Murder in UK) કારણે ઢળી પડ્યા છે. જે તેની ગેરસમજણ હતી.
નોર્થ સી ઓબ્ઝર્વેટરી ખાતે સીસ્કેપ કાફેના ફેસબુક પેજ પર આ બાબતેની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બહારથી પસાર થઈ રહેલા કેટલાક લોકોએ ક્લાસમાં લોકોને ફ્લોર પર પડેલા જોયા એટલે સામૂહિક હત્યા (Mass Murder in UK)ની શંકાને પગલે પોલીસને બોલાવી લીધી હતી.
આ પોસ્ટમાં આગળ એમ પણ જણાવવામાં આવ્યું હતું કે પ્રિય સામાન્ય જનતા, મહેરબાની કરીને ધ્યાન રાખો કે ઓબ્ઝર્વેટરીમાં સાંજના સમયે યોગ (Yoga)ના ઘણા વર્ગો ચાલે છે. અમે કોઈપણ પાગલલોકોનું ગ્રુપ કે અથવા ક્રેઝી ક્લબનો ચલાવતા નથી. અહીં તો યોગા ભણાવવામાં આવે છે.
મિલી લોસે જણાવ્યું હતું કે તેઓ અને અન્ય સાત વર્ગના સહભાગીઓ જ્યારે ત્યાંથી જતા રહ્યા ત્યારબાદ તરત જ પાંચ પોલીસ કાર સ્થળ પર આવી ગઈ હતી. જ્યારે પોલીસ આવી ત્યારે સ્થળ મેનેજર ત્યાં હાજર હતો. તેણે પોલીસને ચોખવટ કરી હતી કે અહીંયા કોઈ સામૂહિક હત્યા (Mass Murder in UK) થઈ નથી. પરંતુ બધા લોકો ધ્યાન કરતાં હતા. આ આખી જ ઘટના મેનેજરે પાછળથી મિલી લોસને જણાવી હતી ત્યારે મિલી લોસને આ વાત પર રડવું કે હસવું તે જ સમજાતું ન હોતું.
આ આખી જ ઘટના બની ત્યારબાદ પોલીસે વધુ તપાસના મામલે યોગ વર્ગના અન્ય લોકો સાથે પણ વાતચીત કરી હતી જેથી આ મામલે ખરેખર શું બન્યું હતું. જ્યારે પોલીસે આ વર્ગમાં ભાગ લેનાર લોકોને પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું કે અમે બધા તો સારી રીતે ઊંડા નિંદ્રા અવસ્થામાં જઈને શાંતિનો અનુભવ કરી રહ્યા હતા. પણ આ દ્રશ્યને કોઈ હત્યા (Mass Murder in UK) તરીકે સમજી બેસશે એવો તો અમને ખ્યાલ જ નહોતો.