યુકેમાં કોરોનાના નવા ૪૦૦૦૦ કેસ નોંધાયા

18 October, 2021 09:56 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બ્રિટનમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮૩,૬૧,૬૫૧ થઈ છે જ્યારે કોરોનાનો કુલ મરણાંક ૧,૩૮,૩૭૯ થયો છે

પ્રતીકાત્મક તસવીર

યુકેમાં એરિઝોનાની ત્રણે સરકારી યુનિવર્સિટીઓએ આઠ ડિસેમ્બર સુધીમાં ફેડરલ સરકારના આદેશ અનુસાર તમામ કર્મચારીઓને કોરોનાની રસી આપી દેવી પડશે. યુનિવર્સિટી ઑફ એરિઝોના, એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી અને નોર્ધન એરિઝોના યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીના કર્મચારીઓ હોય તેમણે પણ કોરોનાની રસી લેવાની રહેશે. બ્રિટનમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ૪૦,૦૦૦ કરતાં વધારે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ગઈ કાલે બ્રિટનમાં કોરોનાના નવા ૪૪,૯૩૨ કેસ નોંધાયા હતા અને ૧૪૫ જણનાં મોત થયાં હતાં. બ્રિટનમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮૩,૬૧,૬૫૧ થઈ છે જ્યારે કોરોનાનો કુલ મરણાંક ૧,૩૮,૩૭૯ થયો છે. ઘણા લોકો કોરોનાનો પ્રથમ ટેસ્ટ પૉઝિટિવ આવ્યાના ૨૮ દિવસમાં જ મૃત્યુ પામ્યા હતા.

બીજી તરફ રશિયામાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા ૩૩,૨૦૮ નોંધાઈ હતી અને કોરોનાનો કુલ મરણાંક એક હજારનો આંક પાર કરી ગયો હતો. છેલ્લા થોડા સપ્તાહમાં કોરોનાના દૈનિક મરણાંકનો વિક્રમ રશિયામાં સતત તૂટતો રહ્યો છે. દરમ્યાન યુએસમાં આરોગ્ય અધિકારીઓએ પાંચથી અગિયાર વર્ષના ૨૮ મિલ્યન કિશોરો માટે આગામી ત્રણ સપ્તાહમાં રાષ્ટ્રીય સ્તરે કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. યુએસમાં કોરોનાનો મરણાંક ૭,૨૦,૦૦૦નો આંક પાર કરી ગયો છે ત્યારે દેશમાં રસીકરણનો નવો

તબક્કો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ ન્યુ ઝિલૅન્ડમાં કોરોનાની રસીકરણ ઝુંબેશમાં સંગીતકારો, સ્પોર્ટસ સ્ટાર અને મહાનુભાવોને સામેલ કરી મોટી સંખ્યામાં લોકોને રસી આપવાના પ્રયાસમાં એક જ દિવસમાં ૧,૨૦,૦૦૦ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

coronavirus covid19 united kingdom international news