પૂર્વ લદ્દાખમાં તણાવ દરમિયાન ભારત રૂસ પાસેથી ખરીદશે 33 નવા ફાઇટર પ્લેન

02 July, 2020 07:35 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પૂર્વ લદ્દાખમાં તણાવ દરમિયાન ભારત રૂસ પાસેથી ખરીદશે 33 નવા ફાઇટર પ્લેન

ફાઇટર પ્લેન

લદ્દાખમાં ચીન સાથે થયેલી હિંસક લડાઇ બાદ ભારતે રૂસ પાસેથી 33 ફાઇટર પ્લેન ખરીદવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત 21મિગ029 અને 12 સુખોઇ-30એમકેઆઇ ફાઇટર ઍરક્રાફ્ટ ખરીદસે. આ દરમિયાન રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ મોદી વચ્ચે ફોન પર વાતચીત થઈ. આ દરમિયાન પુતિને કહ્યું કે તે બન્ને દેશો વચ્ચે વિશિષ્ટ રાણનૈતિક ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. બન્ને નેતાઓ દ્વિપક્ષીય સોદાને આગળ વધારવામાં સહેમતિ દર્શાવે છે. આ વર્ષે ભારતમાં બન્ને દેશોની દ્વિપક્ષીય શિખર વાર્તા પણ થવાની છે.

સીમા પર હિંસક લડાઇઓ
આ દરમિયાન લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પાર ચીને પોતાની સેનાની સંખ્યા અને તાકાત બન્નેમાં વધારો કર્યો છે. ગલવાન ઘાટીમાં ચીને ફક્ત પોતાના સૈનિકોની સંખ્યા જ નથી વધારે પણ જમીનમાંથી હવામાં હૂમલો કરનારી મિસાઇલો, એન્ટી ઍરક્રાફ્ટ ગન્સની જબરજસ્ત તૈનાતી કરી છે. ચીનની સેનાની મોટી સંખ્યા અક્સાઇ ચીનમાં ખુરનાક ફોર્ટ પર એકઠી કરવામાં આવી છે. રૉકેટ ફૉર્સની મોટી સંખ્યા પણ એલએસી પાસે લાવવામાં આવી છે.

ગલવાન ઘાટીમાં ચીને લાંબા અંતર સુધી જમીન પરથી હવામાં મારી શકાય તેવી HQ-9 અને HQ-16 મિસાઇલોને તૈનાત કરે છે. HQ-9 મિસાઇલની રેન્જ 200 કિમી સુધીની છે અને આનું રડાર ફાઇટર ઍરક્રાફ્ટ, હેલીકૉપ્ટર, સ્માર્ટ બૉમ્બ કે ડ્રોનને સરળતાથી પકડી શકે છે. HQ-16 મધ્યમ અંતર સુધી જમીનથી હવામાં મારી શકનારી મિસાઇલ છે જેની રેન્જ 40 કિમી સુધી છે. ચીન પોતાની રૉકેટ ફૉર્સ પર સૌથી વધારે વિશ્વાસ કરે છે. 2016માં પીપુલ્સ લિબરેશન આર્મી રૉકેટ ફોર્સ 9(PLARF)ને જૂદું સંગઠન બનાવ્યું અને આની પાસે વિશ્વમાં સૌથી મોટા રૉકેટનું ભંડાર છે. ચીને પોતાના ભારે તોપખાનાને પણ એલએસી પાસે એવી જગ્યાઓ પર તૈનાત કરી દીધા છે જ્યાંથી ગલવાન ઘાટી અને પેંગાંગ સરોવરના કિનારે ભારતીય સેનાના વિસ્તારમાં ગોળીબારી કરી શકાય.

international news national news china russia india