અફઘાનના નંગરહારમાં આવેલ મસ્જિદમાં 2 બ્લાસ્ટ, 60ના મોત, 100થી વધુને ઇજા

18 October, 2019 07:40 PM IST  |  Afghanistan

અફઘાનના નંગરહારમાં આવેલ મસ્જિદમાં 2 બ્લાસ્ટ, 60ના મોત, 100થી વધુને ઇજા

કાબુલમાં આવેલ મસ્જિદમાં થયા 2 આતંકી હુલમા

Afghanistan : અફઘાનિસ્તાનમાં ફરી આતંકી હુમલો થયો છે. અફઘાનીસ્તાનના કાબુલના નંગરહાર વિસ્તાર પાસે શુક્રવારે બપોરના સમયે 2 બોમ્બ દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 60 થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના અંગે ટોલો ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ધમાકે નંગરહાર વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં થયા. લોકો ત્યાં નમાઝ માટે એકત્રિત થયા હતા. આ ઘટના બપોરના 2 વાગ્યાની છે.



ટોલો ન્યુઝના જણાવ્યા અનુસાર મરનારની સંધ્યા વધી શકે છે
ટોલો ન્યુઝના એક અધિકારીએ કહ્યું કે મરનારાઓની સંખ્યા વધી શકે છે. મોટા ભાગના ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. બે દિવસ પહેલા તાલિબાને અફધાનિસ્તાનના પૂર્વી ક્ષેત્રમાં થયેલા એક આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી.


આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

ઘટનામાં 2 જવાનોના પણ મોત અને 26થી વધુ ઘાયલ થયા
આ હુમલો પોલીસ હેડકવાર્ટરની પાસે કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં હાલ મળી રહેલ સમાચાર પ્રમાણે અફઘાનના બે જવાનોના મોત થયા હતા, જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા.

afghanistan world news terror attack