ગોધરાકાંડના મુદ્દે ગોરધન ઝડફિયાની તપાસપંચ દ્વારા ઇન-કૅમેરા પૂછપરછ થઈ

28 December, 2011 05:18 AM IST  | 

ગોધરાકાંડના મુદ્દે ગોરધન ઝડફિયાની તપાસપંચ દ્વારા ઇન-કૅમેરા પૂછપરછ થઈ



અમદાવાદ: ગોધરાકાંડની તપાસ માટે નીમવામાં આવેલા જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ પંચ સમક્ષ ગઈ કાલે ગોરધન ઝડફિયા હાજર થયા હતા. લગભગ અઢી કલાક સુધી ઇન-કૅમેરા તેમની પૂછપરછ ચાલી હતી. પૂછપરછ પૂરી થયા બાદ બહાર આવેલા ગોરધન ઝડફિયાએ પત્રકારો સાથે વાત કરવાનું ટાળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ગોરધન ઝડફિયાએ ગુજરાત બીજેપી સાથે છેડો ફાડીને તેમનો અલગ પક્ષ મહાગુજરાત જનતા પાર્ટી રચ્યો છે.

બીજી તરફ ગોધરાકાંડના મુદ્દે જન સંઘર્ષ મંચે ગોરધન ઝડફિયાની ઊલટતપાસ કરવા પંચ સમક્ષ અરજી કરી હતી, જે પંચ દ્વારા મંજૂર કરવામાં આવતાં ૧૩ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ જન સંઘર્ષ મંચ ગોરધન ઝડફિયાની ઊલટતપાસ કરશે.