ગધેડીના એક લીટર દૂધનો ભાવ આટલો હોય?

10 September, 2020 06:54 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

ગધેડીના એક લીટર દૂધનો ભાવ આટલો હોય?

હાલારી ગધેડી

કોરોના મહામારીને લીધે ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે, ધંધા મંદ પડ્યા છે જેથી મોંઘવારીની સામે લોકોની ખર્ચશક્તિ ઘટી છે. મધ્યમ વર્ગના વ્યક્તિને ગાય અને ભેંસનું દૂધ માંડ પરવડતુ હોય એવામાં કોઈ કહે કે ગધેડીનાં એક લીટર દૂધનો ભાવ રૂ.7000 છે તો માનવામાં જ આવે, જોકે આ હકીકત છે. ગુજરાતની એક ગધેડીનું દૂધ 7000 રૂપિયા લીટરે વેચાય છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતી હાલારી ગધેડીની પ્રજાતિના દૂધની ભારે માંગ છે. જામનગર અને દ્વારકા પંથકમાં મોટી સંખ્યામાં આ પ્રજાતિના ગધેડી જોવા મળે છે. આ ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો હોવાથી દૂધ મોંઘા ભાવે વેચાય છે.

દૈનિક એકથી દોઢ લીટર દૂધ આ ગધેડી આપે છે, જેમાં વિટામિન બીની ભરપૂર માત્રા છે. હરિયાણાના હિસારામાં આવેલા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઈકવેન્સ દ્વારા હિસારમાં ગધેડીના દૂધની ડેરીનો પ્રોજેક્ટ શરૂ થયો છે. આ માટે હાલારી ગધેડીઓને કાળજીપૂર્વક ઉછેરવામાં આવી રહ્યા છે. ત્યાં દૂધની કિંમત પ્રતિ લીટર રૂ.7000 છે.

એક લોકવાયકા પ્રમાણે પ્રાચિન મિસરમાં સૌથી ચર્ચાસ્પદ રાણી કિલિયોપેટ્રાની સુંદરતાના દુનિયાભરમાં ભારે વખાણ થતા હતા. એવું પણ કહેવાય છે કે, તે ગધેડીના દૂધથી રોજ સ્નાન કરતી હતી. ગધેડીના દૂધમાં એન્ટી એજિંગ, એન્ટી ઓક્સિડન્ટ તથા બીજા તત્વ હોય છે જે દૂધને મૂલ્યવાન બનાવે છે.

national news gujarat