ભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ

10 November, 2019 04:04 PM IST  |  Bhavnagar

ભાવનગર પોર્ટ પર બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ, 1900 કરોડનો થશે ખર્ચ

ભાવનગર પોર્ટ

ભાવનગર પોર્ટ પર વિશ્વના સૌથી પહેલા સીએનજી ટર્મિનલ બનાવવાને મંજૂરી મળી ગઈ છે. 1900 કરોડના ખર્ચે લંડનની એક કંપનીને સીએનજી ટર્મનિલ બનાવવાની અનુમતિ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ બોર્ડે મંજુરી આપી દીધું છે.

ફોરસાઈટ ગ્રુપ સર્વિસીઝ લિમિટેડ અને અમદાવાદની પદમનાભ મફતલાલ ગ્રુપ ભાવનગર પોર્ટ પાસે નવું પોર્ટ ટર્મિનલ બનાવવામાં આવશે. લંડન સ્થિત કંપનીએ ગુજરાત મેરિટાઈમ બોર્ડ સાથે વાયબ્રન્ટ ગુજરાત 2019 સમયે આ માટે કરાર કર્યા હતા. ટર્મિનલથી વાર્ષિક 60 લાખ મેટ્રિક ટના કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવશે. ભાવનગર પોર્ટે ગયા વર્ષે 31 લાખ ટન કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું. જે ઈતિહાસમાં સૌથી વધુ હતું. જેનાથી ભાવનગરના બંદરનો વિકાસ રોકેટ ગતિએ થશે.

બે લોકગેટ બનશે
ભાવનગર બંદરની નોર્થ ક્વે જેટી પર નવો પ્રોજેક્ટ આકાર લેશે, જ્યારે દક્ષિણ દિશામાં આવેલી કોંક્રિટ જેટી પર વર્તમાન વ્યવસ્થાથી કાર્ગો હેન્ડલિંગ ચાલુ રહેશે. હાલ તેનું લંડનની કંપની દ્વારા નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે. નવા બંદરે બે નવા લોકગેટ પણ બનાવવામાં આવશે.

આ પણ જુઓઃ જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ

પહેલા ચરણમાં ખર્ચાશે 1300 કરોડ
સૂત્રો પાસેથી મળેલી જાણકારીના આધારે કુલ 1900 કરોડના પ્રોજેક્ટમાંથી પ્રથમ ચરણમાં રૂપિયા 1300 કરોડ અને બીજા ચરણમાં 600 કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. ટુંક સમયમાં તેના કરાર પર સહી સિક્કા કરવામાં આવશે. સાથે લિક્વિડ કાર્ગો ટર્મિનલ, કન્ટેનર, વાહનોની નિકાસ માટે રો-રો ટર્મિનલ પણ બનાવવામાં આવશે.

bhavnagar gujarat